અમદાવાદમાં બાપુનગરમાં મિત્રની પત્ની સાથે એક શખ્સને પ્રેમસંબંધ છે તેની જાણ યુવકને થઇ હતી. જેથી તેને શખ્સને આવુ ન કરવા સમજાવ્યો હતો. તેની અદાવતમાં બે શખ્સોએ યુવકને લાકડીથી ફટકારીને ચપ્પુથી હુમલો કરીને લોહિલુહાણ કર્યો હતો. આ અંગે યુવકે બંને શખ્સો સામે બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.
બાપુનગરમાં રહેતો સમીર ચૌહાણ કુરિયર કંપનીમાં નોકરી કરે છે. જેમાં તેમની ચાલીમાં રહેતા વિપુલ લેઉવાનું સમીરના મિત્રની પત્ની સાથે પ્રેમસંબંધ હોવાની જાણ સમીર થઇ હતી. જેથી તેને વિપુલને આવુ ન કરવા સમજાવ્યો હતો. ગત 1 જૂને સાંજના સમયે સમીર ચાલીની બહાર બાંકડા પર બેઠો હતો. તે સમયે વિપુલ સમીર પાસે આવ્યો હતો અને તુ કેમ અમારી ખોટી વાતો કરે છે કહીને ઝઘડો કર્યો હતો. આ દરમ્યાન ઉપેન્દ્ર લેઉવા પણ ત્યાં આવ્યો હતો. બાદમાં વિપુલ અને ઉપેન્દ્રે ભેગા મળીને સમીરને લાકડીથી ફટકાર્યો હતો. આટલું જ નહિ સમીર પર ચપ્પુથી હુમલો કર્યો હતો. બૂમાબૂમ થતા આસપાસના લોકો આવી જતા સમીરને છોડાવ્યો હતો. બાદમાં સારવારઅર્થે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. આ અંગે સમીરે વિપુલ અને ઉપેન્દ્ર સામે બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.
સ્થાનિક સ્વરાજ્ય ચુંટણી પહેલા રાજકોટમાં AAP ની મુશ્કેલી વધી: 2 નેતાઓ સામે પોલીસ ફરિયાદ; જાણો શું છે વિવાદ?





