નર્મદા જિલ્લામાં પોલીસની LCB ટીમે બાતમીના આધારે કરવામાં આવેલી રેડ દરમિયાન એક વ્યક્તિને દારૂ સાથે ઝડપી પાડ્યો છે. ઝડપી પાડવામાં આવેલા વ્યક્તિનું નામ વીરભ્રદ્ર સિંહ (ભદ્રેશ) વસાવા છે, જેમાંથી 11 દારૂની બોટલો જપ્ત કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું છે કે આ વ્યક્તિ આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાના ભાઈ હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે.
AAP ના જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાના ભાઈ દારૂ વેંચતા પકડાયા
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, સંદિગ્ધ વ્યક્તિ અગાઉ પણ દારૂની હેરાફેરીના કેસમાં એક વખત કાનૂની કાર્યવાહીનો સામનો કરી ચુક્યો છે. તાજેતરની કાર્યવાહી દરમિયાન LCB દ્વારા સમગ્ર માલ કબજે કરીને આગળની તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસ હાલમાં તમામ વિગતોની વધુ તપાસ કરી રહી છે અને ઘટના અંગે કાયદેસરની પ્રક્રિયા આગળ ધપાવી રહી છે.
પોલીસ પર ગંભીર આક્ષેપ
ગુજરાતમાં દારૂ મુદ્દે આમ આદમી પાર્ટી પૂર જોશમાં વિરોધ નોંધાવી રહી છે અને સરકાર અને પોલીસ પર ગંભીર આક્ષેપ કરી રહી છે, ત્યારે હવે નર્મદા આમ આદમી પાર્ટીના પ્રમુખના ભાઈ પોતે જ દારૂ સાથે ઝડપાતા વિવિધ સવાલો ઉભા થયા છે.






