હવામાન વિભાગે રાજ્ય માટે ભારે વરસાદની આગાહી જાહેર કરી છે. આજે રાજ્યમાં અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આગામી સાત દિવસ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદ ચાલુ રહેવાની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે માછીમારોને ચેતવણી આપી છે. આગામી ત્રણ દિવસ સુધી દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
વિભાગ અનુસાર હાલ ત્રણ હવામાન સિસ્ટમ સક્રિય છે. બંગાળની ખાડી પાસે લો-પ્રેશર સિસ્ટમ ઊભી થઈ છે, અપર એર પર સાયક્લોનિક સર્ક્યુલેશન જોવા મળ્યું છે અને સાથે મોન્સૂન ટ્રફ પણ સક્રિય છે. આ ત્રણ સિસ્ટમને કારણે ગુજરાતમાં ભારે વરસાદ વરસવાની સંભાવના છે.
આ દરમિયાન 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી પણ કરવામાં આવી છે. અમદાવાદ સહિતના કેટલાક વિસ્તારોમાં આજે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે.






