Home Business Latest Price Of Petrol Diesel Oil Sector Business

ટાંકી ફૂલ કરતા પહેલાં જાણી લેજો પેટ્રોલ-ડીઝલનો આજનો ભાવ : તેલ કંપનીઓએ અચાનક ભાવમાં કરી દીધો છે મોટો બદલાવ

ટાંકી ફૂલ કરતા પહેલાં જાણી લેજો પેટ્રોલ-ડીઝલનો આજનો ભાવ
Published by: OBS Bureau
Last Updated: May 27, 2025, 05:46 AM IST

Petrol-Diesel Price Today: ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સામાન્ય માણસને કોઈ રાહત આપી નથી. ફરી એકવાર સામાન્ય માણસના ખિસ્સા પર ભાર વધે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. તેલ કંપનીઓ દ્વારા લેવાયેલાં નિર્ણયને પગલે પેટ્રોલ-ડીઝલના ભાવોમાં પણ બદલાવ થતો હોય છે.

ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ 27 મે માટે વેબસાઇટ પર પેટ્રોલ અને ડીઝલના ભાવ અપડેટ કર્યા છે. 27 મે 2025 ના રોજ વેબસાઇટ પર અપડેટ કરાયેલી યાદી અનુસાર, આજે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ સમાન છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સામાન્ય માણસને કોઈ રાહત આપી નથી. ફરી એકવાર સામાન્ય માણસના ખિસ્સા માટે કોઈ રાહત નથી. જોકે, લાંબા સમયથી, તેલ કંપનીઓ તરફથી પેટ્રોલ અને ડીઝલના ઊંચા ભાવોથી સામાન્ય માણસને કોઈ રાહત મળી નથી. અહીં તમે તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વિશે માહિતી મેળવી શકો છો.

મેટ્રો શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ જાણો:
શહેર પેટ્રોલ ડીઝલ
દિલ્હી ૯૪.૭૨ ૮૭.૬૨
મુંબઈ ૧૦૩.૪૪ ૮૯.૯૭
કોલકાતા ૧૦૩.૯૪ ૯૦.૭૬
ચેન્નાઈ ૧૦૦.૮૫ ૯૨.૪૪
બેંગલુરુ ૧૦૨.૮૬ ૮૯.૦૨
લખનૌ ૯૪.૬૫ ૮૭.૭૬
નોઈડા ૯૪.૮૭ ૮૮.૦૧
ગુરુગ્રામ ૯૫.૧૯ ૮૮.૦૫
ચંદીગઢ ૯૪.૨૪ ૮૨.૪૦
પટના ૧૦૫.૧૮ ૯૨.૦૪

છેલ્લે માર્ચમાં કિંમતોમાં ઘટાડો કરવામાં આવ્યો હતોઃ

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં છેલ્લે માર્ચમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. માર્ચમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 2-2 રૂપિયાનો ફેરફાર કરવામાં આવ્યો હતો પરંતુ ત્યાર બાદ કોઈ મોટી રાહત આપવામાં આવી નથી. જો કે, લોકો કેન્દ્રીય તેલ કંપનીઓ પાસેથી રાહતની અપેક્ષા રાખે છે.

કઈ બાબતોના આધારે નક્કી થાય છે પેટ્રોલ-ડીઝલનો ભાવ?
પેટ્રોલ-ડીઝલનો ભાવ મુખ્ય ચાર બાબતોના આધારે નક્કી કરવામાં આવે છે.
1) કાચા તેલની કિંમત એટલે કે, આંતરરાષ્ટ્રિય બજારોમાં ક્રૂડ ઓઈલનો ભાવ
2) રૂપિયા પ્રમાણે અમેરિકી ડોલરની કિંમત
3) કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વસૂલવામાં આવતો ટેક્સ
4) દેશમાં ફ્યુલની માગ કેટલી છે તેને પણ ધ્યાને લેવાય છે.

તમારા સુધી કેવી રીતે પહોંચે છે પેટ્રોલ-ડીઝલ?
1) ઈમ્પોર્ટઃ વિદેશથી કાચું તેલ ખરીદવામાં આવે છે.
2) રિફાઈનરીઃ કાચા તેલમાંથી પેટ્રોલ-ડીઝલ અલગ કરવામાં આવે છે.
3) કંપનીઓ: તે પોતાનો નફો કમાઈ પેટ્રોલ-ડીઝલ પહોંચાડે છે.
4) ગ્રાહકોઃ કેન્દ્ર અને રાજ્ય સરકારનો ટેક્સ ઉમેરાય પછી ગ્રાહકો ખરીદે છે.

આ રીતે તમે ઘરે બેઠા ભાવ ચેક કરી શકો છો-
તમે તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સરળતાથી જાણી શકો છો. આ માટે ઓઈલ માર્કેટિંગ કંપનીઓની વેબસાઈટ પર જવું પડશે અથવા SMS મોકલવો પડશે. જો તમે ઈન્ડિયન ઓઈલના ગ્રાહક છો તો તમે RSP સાથે 9224992249 નંબર પર SMS મોકલી શકો છો અને જો તમે BPCL ગ્રાહક છો તો RSP લખીને 9223112222 નંબર પર SMS મોકલી શકો છો.

OMCs કિંમતો બહાર પાડે છે-
તમને જણાવી દઈએ કે દરરોજ સવારે 6.30 વાગ્યે દેશની ઓઈલ માર્કેટિંગ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર કરે છે. જો કિંમત બદલાય છે તો તે વેબસાઇટ પર અપડેટ થાય છે. વાસ્તવમાં છેલ્લા ઘણા દિવસોથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. દેશની ઓઈલ માર્કેટિંગ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરે છે. જોકે, 22 મે, 2022થી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન, ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા જેવી કંપનીઓ તેમની વેબસાઈટ પર પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરે છે. તમે ઘરે બેઠા પણ તેલની કિંમત ચકાસી શકો છો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now