Home Gujarat Land Grabbing Committee Meeting In Gir Somnath

ગીર સોમનાથમાં લેન્ડ ગ્રેબિંગ કમિટીની બેઠક : 9 કરોડની સરકારી જમીન પર દબાણદારોએ સ્વૈચ્છિક દબાણ ખુલ્લું કર્યું, 3 વિરુદ્ધ ગુનોં દાખલ

ગીર સોમનાથમાં લેન્ડ ગ્રેબિંગ કમિટીની બેઠક
Published by: OBS Bureau
Last Updated: Feb 04, 2026, 02:35 PM IST

સરકાર દ્વારા ભૂમાફિયા પર અંકુશ લાવવા ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ-2020 લાગુ કરવામાં આવેલ છે. જે અનુસંધાને જિલ્લા કલેકટર એન. વી. ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને લેન્ડ ગ્રેબીંગ કમિટિની બેઠક યોજાયેલ હતી.

કુલ 11 સ્યુ મોટો અરજીઓ દાખલ કરવામાં આવી

જિલ્લામાં સરકારી તથા ગૌચરની જમીનોમાં જુદા જુદા ઈસમો દ્વારા દબાણો કરવામાં આવેલ હોય, સબંધિત મામલતદાર તથા તાલુકા વિકાસ અધિકારી દ્વારા દબાણદારો સામે ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ-2020 હેઠળ કુલ-11 સ્યુ મોટો અરજીઓ દાખલ કરવામાં આવેલ હતી.

3 દબાણદારોએ સરકારી જમીનો ઉપરના દબાણો ખુલ્લા ન કરતા FIR

આ દબાણદારો ઉપર લેન્ડ ગ્રેબીંગ હેઠળ ફરીયાદ અરજી થતા કુલ 08 દબાણદારોએ કુલ 137185 ચો. મી. સરકારી/ગૌચરની જમીનો ઉપરના દબાણો સ્વૈચ્છાએ ખુલ્લા કરેલ હતા. જેની અંદાજીત બજાર કિંમત રૂા.9.00 કરોડ જેટલી થાય છે. જયારે 3 (ત્રણ) દબાણદારોએ સરકારી જમીનો ઉપરના દબાણો ખુલ્લા ન કરતા ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ-2020 હેઠળ એફ.આઈ.આર. દાખલ કરવા નિર્ણય કરવામાં આવેલ હતો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now