Home Gujarat Lalla Bihari Mehboob Pathan Ahmedabad Chandola Talav Illegal Structure

અમદાવાદના તળાવમાં લલ્લા બિહારીએ કઈ રીતે ઉભો કર્યુ 'મીની બાંગ્લાદેશ'? : ઘૂસણખોરોને આધાર, પાન અને નાગરિકતા અપાવવાના કેટલાં રૂપિયા લેતો હતો મહેબૂબ પઠાણ?

અમદાવાદના તળાવમાં લલ્લા બિહારીએ કઈ રીતે ઉભો કર્યુ 'મીની બાંગ્લાદેશ'?
Published by: OBS Bureau
Last Updated: Apr 30, 2025, 01:21 PM IST

Chandola Talav Illegal Structure: વર્ષો પહેલાં એક સમયે અમદાવાદ શહેરની જીવોદોરી ગણાતું ચંડોળા તળાવ આજે ગુનાખોરીનો અડ્ડો બની ગયું છે. સરહદ પારથી આવેલાં ઘૂસણખોર બાંગ્લાદેશીઓ માટે ચંડોળા તળાવ જાણે તેમના મામાનું ઘર બની ગયું હોય તેવો ઘાટ ઘડાયો છે. ચંડાળા તળાવમાં ગેરકાયદે દબાણ ઉભું કરીને મીની બાંગ્લાદેશનો આકા બની બેઠેલો લલ્લા બિહારી ઉર્ફે મહેબૂબ પઠાણ અહીં વર્ષોથી પોતાનું સામ્રાજ્ય ચલાવતો હતો.કઈ રીતે કાળા ધંધા કરતો હતો મહેબૂબ પઠાણ ઉર્ફે લલ્લા બિહારી, કઈ રીતે મીની બાંગ્લાદેશનો આકા અમદાવાદના ઐતિહાસિક તળાવને બાનમાં લઈને ચાલવતો હતો અનેક ગેરકાનૂની ધંધા તેની હકીકતો તમને પણ હેરાન કરી મુકે તેવી છે.

વર્ષ 2019થી અત્યાર સુધીમાં અમદાવાદના ચંડોળા વિસ્તારમાંથી 400 કરતા વધુ બાંગ્લાદેશીઓ પકડાયા છે. 1200 હેક્ટરમાં ફેલાયેલું તળાવ આજે મોટાભાગે શુષ્ક ધૂળનું મેદાન બની ગયું છે. મોટાભાગે બે ભાગોમાં વહેચાઈ ગયું છે આ તળાવ.એક છે બડા તળાવ અને બીજું છે છોટા તળાવ.જે પૈકી છોટા તળાવમાં મોટેભાગે ગેરકાયદે દબાણો થયેલાં હતાં.આ દબાણો કરીને ત્યાં મીની બાંગ્લાદેશ ઉભું કરવામાં આવ્યું હતું.તેનો આકા હતો લલ્લા બિહારી ઉર્ફે મહેબૂબ પઠાણ. જ્યારે બડા તળાવની આસપાસના વિસ્તારમાં પણ ઝૂંપડીઓનું સામ્રાજ્ય ખડું થઈ ગયું છે.

કઈ રીતે બાંગ્લાદેશી ઘૂસણખોરીનું રેકેટ ચલાવતો હતો લલ્લા બિહારી?

લલ્લા બિહારી ઉર્ફે મહેબૂબ પઠાણે બાંગ્લાદેશથી આવતા લોકોને આશરો આપવા ચંડોળા તળાવમાં ગેરકાયદે દબાણ કરીને બનાવ્યાં હતા અનેક ઝૂંપડાં

લલ્લા બિહારી દર મહિને બે થી ત્રણ હજારના ભાડામાં બાંગ્લાદેશીઓને આપતો હતો ઝૂંપડું

2000 ભિખારીઓની ગેંગ, દરેક પાસેથી 500 રૂપિયા ઉઘરાવતો હતો લલ્લા બિહારી

ભિખારીઓ પાસે પૈસાની ઉઘરાણી કરીને લલ્લા બિહારીએ ઉભું કર્યું હતું 10 લાખ રૂપિયાથી વધુ રોજનું ટર્નઓવર...

ઝૂંપડાં, દુકાન, પાર્કિંગ, પાર્ટી પ્લોટમાંથી દર મહિને 8.40 લાખની કમાણી કરતો હતો લલ્લા બિહારી

2 લાખમાં બાગ્લાદેશીઓ ભારતની નાગરિકતા અપાવતો તો લલ્લા બિહારી ઉર્ફે મહેબૂબ પઠાણ

25000માં આધાર અને 5000માં પાનકાર્ડ બનાવી આપતો હતો મીની બાંગ્લાદેશનો આકા

બાંગ્લાદેશીઓને 10 ટકા વ્યાજે પૈસા ધીરતો લલ્લા બિહારી...

250 રિક્ષા ખરીદી 200થી 300ના રોજના ભાડે ફેરવવા આપતો લલ્લા બિહારી

બાંગ્લાદેશથી આવેલી અનેક મહિલાઓ પાસે લલ્લા બિહારી કરાવતો હતો દેહવ્યાપાર

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now