Home Gujarat Lakshmi Becomes The Pride Of Surats Horse Show

સુરતના હોર્સ શોની શાન બની 'લક્ષ્મી' : અલ્ટ્રા લક્ઝુરિયસ કાર સમાન છે 5 વર્ષની ઘોડીની કિંમત

સુરતના હોર્સ શોની શાન બની 'લક્ષ્મી'
Play Video
Published by: OBS Bureau
Last Updated: Feb 03, 2026, 09:15 AM IST

સુરત શહેરમાં યોજાઈ રહેલા ભવ્ય તાપી હોર્સ શો દરમિયાન ગુજરાતની સૌથી ઊંચી અને સૌથી મોંઘી મારવાડી ઘોડી ‘લક્ષ્મી’ સૌનું ધ્યાન ખેંચી રહી છે. સુરતના ઈશ્વર ફાર્મના માલિક પંકજભાઈ પટેલની આ 5 વર્ષની મારવાડી ઘોડી તેની અદભુત સુંદરતા, બોડી લાઈન અને ઊંચાઈને કારણે હોર્શ શોની શાન બની છે.
લક્ષ્મી ઘોડીની ખાસિયત એ છે કે તેની ઊંચાઈ 69 ઇંચ છે, જે તેને ગુજરાતની સૌથી ઊંચી ઘોડી બનાવે છે. સાથે જ તેની કિંમત 1 કરોડ 11 લાખ રૂપિયા જણાવવામાં આવી રહી છે, જેને કારણે તે ગુજરાતની સૌથી મોંઘી ઘોડીઓમાં સ્થાન મળવે છે. તાપી હોર્શ શોમાં ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ વિવિધ પ્રજાતિના ઘોડાઓએ ભાગ લીધો છે, પરંતુ લક્ષ્મી ઘોડી મુખ્ય આકર્ષણ બની રહી છે.
ઘોડેસવારી ક્ષેત્રમાં 62 વર્ષનો અનુભવ ધરાવતા 75 વર્ષના હસુભાઈ પટેલએ જણાવ્યું કે, “જ્યારે હું લક્ષ્મી ઘોડી પર સવારી કરું છું ત્યારે જે આનંદ મળે છે, તે આનંદ મને મારા દીકરાના લગ્નમાં પણ થયો નહોતો.” તેમણે લક્ષ્મી ઘોડીની બોડી શેપ, મજબૂત બંધારણ અને શાહી ચાલની પ્રશંસા કરી.

હોર્શ શોમાં લક્ષ્મી ઘોડી સાથે લોકો ફોટા ખેંચાવવા ઉમટી રહ્યા છે અને ઘોડા પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આયોજકો મુજબ, આવા હોર્શ શો થકી ભારતીય અને ખાસ કરીને મારવાડી ઘોડાની ઓળખને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રોત્સાહન મળે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now