Home Gujarat Laghumahant Mahadev Bharati Of Junagadh Ashram Missing

જુનાગઢ આશ્રમના લઘુમહંત મહાદેવભારતી ગુમ : સુસાઇડ નોટ મળી, સેવકોમાં ચિંતા, પોલીસે શોધખોળ હાથધરી

જુનાગઢ આશ્રમના લઘુમહંત મહાદેવભારતી ગુમ
Published by: OBS Bureau
Last Updated: Nov 02, 2025, 07:26 AM IST

જુનાગઢના ભારતી આશ્રમમાં ચિંતાજનક ઘટના સામે આવી છે. આશ્રમના લઘુમહંત 1008 મહામંડલેશ્વર મહાદેવભારતી બાપુ ગુમ થયા છે. માહિતી મુજબ, તેમણે ત્રણથી વધુ પાનાની સુસાઇડ નોટ લખી આશ્રમમાંથી ગુમ થયાની વિગતો સામે આવી છે.

ગુમ થયેલા મહાદેવભારતી બાપુની શોધખોળ

આ ઘટનાની જાણ થતા આશ્રમ સંચાલકોએ તરત જ ભવનાથ પોલીસને જાણ કરી અને શોધખોળ શરૂ કરી છે. પોલીસે ગુમ થયેલા મહાદેવભારતી બાપુની શોધખોળ માટે અલગ-અલગ ટીમો બનાવીને તપાસ શરૂ કરી છે. હાલ પોલીસે બાપુની શોધખોળમાં સક્રિય છે.

આશ્રમના સેવકોમાં ચિંતા

સુસાઇડ નોટમાં તેમના વિચારો અને કંઈક અંગત મનદુખતાનું કારણ લખાયેલું છે, પરંતુ હાલમાં સુસાઇડ નોટમાં કોના નામ લખાયા તે ખુલાસો થયા નથી. મહાદેવભારતી બાપુના અચાનક ગુમ થવાથી આશ્રમના સેવકોમાં ચિંતાનું માહોલ ફેલાઈ ગયું છે. આ ઘટના આશ્રમ અને આસપાસના લોકો માટે ગંભીર અને ચિંતાજનક બની છે, અને તરત સુરક્ષિત રીતે બાપુને શોધવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશોનો વધુ એક છબરડો
અમદાવાદના નિકોલમાં નકલી ભૂવાનો પર્દાફાશ
રાજકોટમાં PSI એન. કે. પંડ્યાના ફાયરિંગ કેસમાં પોલીસની તપાસ તેજ
અમદાવાદમાં પ્રેમ પ્રકરણનો ખતરનાક અંજામ
ઉત્તર ગુજરાતની ઘરતી પર PM મોદીએ યાદ કર્યા એ દિવસો...
Play Video