Home Gujarat Kutch News Bhuj College Girl Murder Case

ક્રૂરતાની હદ વટાવી! કોલેજિયન યુવતીનું યુવકે છરીથી ગળું કાપ્યું : 'મને બ્લોક કેમ કર્યો' પાડોશી બન્યો 'યમ', આરોપી ઝડપાયો

ક્રૂરતાની હદ વટાવી! કોલેજિયન યુવતીનું યુવકે છરીથી ગળું કાપ્યું
Published by: OBS Bureau
Last Updated: Aug 29, 2025, 11:54 AM IST

રાજ્યમાં ફરી એકવાર એકતરફી પ્રેમના કારણે એક યુવતીની હત્યા થઈ છે. ભુજ શહેરમાં કોલેજિયન યુવતીની પાડોશી યુવકે સોશિયલ મીડિયામાં બ્લોક કરવા મામલે છરી વડે ગળું કાપી નાંખ્યું હતું. જેનું સારવાર દરમિયામન મોત થયું છે. આ સમગ્ર મામલે પોલીસે મોડીરાત્રે આરોપીને દબોચી લીધો છે.


યુવતીનું છરીથી ગળું કાપી હત્યા કરી

ભુજના ભાગોળ - એરપોર્ટ રિંગ રોડ નજીક સંસ્કાર સ્કૂલ એન્ડ કોલેજના સંકુલ બહાર સાક્ષી ખાનિયા નામની યુવતી હોસ્ટેલ જવા નીકળી હતી, તે દરમિયાન ગાંધીધામનો યુવક મોહિત મૂળજી સિદ્ધપરા તેના મિત્ર સાથે બાઇક પર આવી બોલાચાલી કરી હતી ત્યારબાદ છરી વડે હુમલો કર્યો હતો. જે હુમલામાં યુવતી ગંભીર ઈજાગ્રસ્ત થઈ હતી, જેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત થયું છે.


''મારે તારી સાથે કોઈપણ વ્યવહાર કે સંબંધ રાખવા નથી''

યુવકે યુવતીને કહ્યું હતું કે, ''તે મને શા માટે બ્લોક કરી દીધી છે ત્યારે યુવતીએ કહ્યું હતું કે, મારે તારી સાથે કોઈપણ વ્યવહાર કે સંબંધ રાખવા નથી, જે સાભળતા જ યુવકે યુવતીનું છરી વડે ગળું કાપી નાંખ્યું હતું''.


હત્યારો યુવક યુવતીનો પડોશી હતો

આપને જણાવીએ કે, આરોપી નામ મોહિત ગાંધીધામના ભારતનગર ખાતે યુવતીના ઘરની બાજુમાં રહે છે. જ્યારે મૃતક યુવતી ભુજની હોસ્ટેલમાં રહી બીસીએનો અભ્યાસ કરતી હતી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now