કચ્છ જિલ્લાના રાપર તાલુકામાં કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. કુંભરીયા અને ચેરા વાંઢ ગામોના ભાજપના 40થી વધુ કાર્યકરોએ આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે, જેમાં પૂર્વ ભાજપ લઘુમતી સેલ, રાપરના કોષાધ્યક્ષ રમઝાન સમાં અને અન્ય અગ્રણીઓ જેવા કે સમા સુમરા મેઘરાજ, સમા અનવર મૂળજી, બાપુજી રમઝાન, રણછોડ સોલંકી, વાસણ ભેલા, રમેશ રાજા, લગધીર દેવા, રાણાજી કાનજી, એહમદ સુમરાજી, અને સંગ્રામજી મૂળજી સહિતના અગ્રમીઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.
કોંગ્રેસને ફટકો પડ્યો!
ચેરા વાંઢ ગામે કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. પીરમામદ સમાં, સિધ્ધિક સમાં, અભાસ ભટ્ટી, હનીફ નૂરમામદ મૌર, નેકમામ્મદ, આદમ સમણી, અને રસુલમામદ જેવા આગેવાનો સહિત 100થી વધુ કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.
સરકારી કચેરીઓ પર ભેદભાવ રાખવાનો આરોપ
આ અગ્રણીઓએ આક્ષેપ કર્યા છે કે, તેમના ગામોમાં રેવન્યુ રેકોર્ડ પર સમસ્યાઓ, 100 ચોરસ વારના પ્લોટ, અને શિક્ષણ જેવી મૂળભૂત સુવિધાઓનો અભાવ છે. ત્યારે AAPના પ્રદેશ પ્રવક્તા સંજય બાપટે સરકારી કચેરીઓ પર ભેદભાવ રાખવાનો આરોપ મૂક્યો છે. તેમણે રેવન્યુ ડિપાર્ટમેન્ટને એક મહિનાનો સમય આપતા ચેતવણી આપી છે કે જો આ સમસ્યાઓનું નિરાકરણ નહીં આવે તો શહીદ ભગતસિંહના માર્ગે જતાં પણ અચકાશે નહીં. તેમણે સરકારી અધિકારીઓને "પ્રજાની નોકરી કરવા અને ચાપલુસી બંધ કરવા"નું કહ્યું હતું''






