Home Gujarat Kutch Bhachau Accident Occurred During A Pot Cracking Program

કચ્છના ભચાઉમાં મટકી ફોડ કાર્યક્રમમાં સર્જાઈ દુર્ઘટના : ઉજવણીનો પ્રસંગ ફેરવાયો મોતના માતમમાં, 12 વર્ષના બાળકનું મોત

કચ્છના ભચાઉમાં મટકી ફોડ કાર્યક્રમમાં સર્જાઈ દુર્ઘટના
Published by: OBS Bureau
Last Updated: Aug 17, 2025, 07:01 AM IST

સમગ્ર દેશમાં ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. આ ખુશીના પ્રસંગ વચ્ચે કચ્છના ભચાઉના ચોબારી ગામથી દુખદ સમાચાર સામે આવ્યા છે. ચોબારી ગામે મટકી ફોડ દરમિયાન દુર્ઘટના સર્જાતા ઉજવણીનો માહોલ માતમમાં ફેરવાઈ ગયો હતો. અહીં મટકીના રસ્સા ઉપર ભારે દબાણ આવતા વિજપોલ અચાનક ધડામ દઈએ ને પડી જતા તેની નીચે 12 વર્ષના બાળક આવી જતા ગંભીર ઈજાઓ પહોંચી હતી, ત્યારબાદ તેનુ કરુણ મોત નિપજ્યું હતું.


સરપંચ વેલા પટેલે શું કહ્યું?

અત્રે જણાવીએ કે, આ સમગ્ર ઘટના અંગે ગામના સરપંચ વેલા પટેલે કહ્યું કે, ''ગઈકાલ સાંજે લગભગ 7.15 વાગ્યાના અરસામાં જુના ગામ વિસ્તારમાં મટકી ફોડનો ધાર્મિક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ વેળાએ અચાનક રસ્સો બાંધેલો પોલ અચાનક ત્યાં ઉભેલા લોકો ઉપર પડી ગયો હતો. જેના કારણે ત્યાં ભાગદોડ મચી ગઇ હતી''


જયેશ લાલજી વરચંદ નામના બાળકનું મોત

વધુમાં સંરપંચે કહ્યું કે, ''આ દુર્ઘટનામાં કમનશીબે 12 વર્ષીય જયેશ લાલજી વરચંદ નામનો બાળક વીજ પોલ નીચે આવી જવાથી ગંભીર પ્રકારની ઇજા પહોંચી હતી, જેના પ્રાથમિક સારવાર અપાવ્યા બાદ વધુ સારવાર માટે ભચાઉની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ તેનું કરૂણ મોત નિપજ્યું હતું.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now