Home Gujarat Kutch Anjar Female Asi Murdercase Update

અંજારમાં મહિલા ASIની હત્યા : પુરુષ મિત્રે દબાવ્યું ગળું - છૂટ્યો પ્રાણ!, પોલીસે હાથધરી તપાસ

અંજારમાં મહિલા ASIની હત્યા
Published by: OBS Bureau
Last Updated: Jul 19, 2025, 08:51 AM IST

કચ્છના અંજારમાં મહિલા ASIની હત્યા થઈ છે. અંજારની ગંગોત્રી સોસાયટી-2માં રહેતા 25 વર્ષીય મહિલા ASI અરુણાબેન નટુભાઈ જાદવની પુરુષ મિત્ર દ્વારા ગળુ દબાવી હત્યા કરાઈ હોવાની વિગતો સામે આવી છે.


આરોપી CRPFમાં ફરજ બજાવે છે

આરોપી યુવક દિલીપ ડાંગચિયા મણિપુર CRPFમાં ફરજ બજાવે છે. અત્રે જણાવીએ કે, અરુણાબેન મૂળ સુરેન્દ્રનગરના રહેવાસી છે. જો કે, આ સમગ્ર મામલે અંજાર પોલીસે તપાસ હાથ ધરી છે


અરુણા અને દિલીપ વચ્ચે પ્રેમ સંબંધ હતો

પાપ્ત વિગતો મુજબ નજીવી બાબતે માથાકૂટ થતાં પ્રેમીએ આવેશમાં આવી ગળું દબાવી દીધું હતું, ત્યારબાદ તે પોલીસ સમક્ષ આવી હાજર થઈ ગયો હતો. ચર્ચા એવી છે કે, અરુણાબેન અને દિલીપ લાંબા સમયથી પ્રેમસંબંધમાં હતા અને ટૂંક સમયમાં બંને લગ્ન કરવાના હતા.


પોલીસે તપાસ હાથ ધરી

સમગ્ર હત્યાના બનાવને લઈ પોલીસે તપાસ હાથ ધરી છે તેમજ અંજાર પોલીસ બેડામાં ખળભળાટ મચ્યો છે. જો કે, આ હત્યા કરવા પાછળનું કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now