કચ્છના અંજારમાં ગંભીર અકસ્માતની ઘટના બની છે. ખેડોઈ પાસે અકસ્માતમાં ત્રણ લોકોના કમકમાટી ભર્યા મોત થયા છે. ટ્રેલર પરનો કન્ટેનર એક્ટિવા ઉપર પડતા ગંભીર અકસ્મત સર્જાયો હતો.
અકસ્માતમાં 3 લોકોના મોત
અંજાર-મુન્દ્રા રોડ પર ગમખ્વાર અકસ્માતમાં 3 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યા મોત થયા છે.
3 લોકોના દબાઈ જવાથી મોત
મુન્દ્રા-અંજાર ધોરીમાર્ગ પરના ખેડોઇ નજીક પાસે કન્ટેનર ટ્રેલર પરનો કન્ટેનર એક્ટિવા પર પડી જતા અકસ્માત સર્જાયો હતો. જે બનાવમાં એક્ટિવા પર સવાર ત્રણ લોકોના કમકમાટી ભર્યા મોત થયા છે. મૃતદેહોને પીએમ અર્થે અંજાર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
પોલીસે તપાસ હાથ ધરી
અકસ્માત અંગેની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસે મૃતકોના નામ અને ઓળખ અંગે કામગીરી હાથ ધરી છે.






