Home Gujarat Kunwarbai Mameru Scheme Over 207 Lakh Beneficiaries Paid Assistance Worth Over Rs 237 Crore In The Last Four Years

શું છે ગુજરાત સરકારની આ યોજના? : કુંવરબાઈનું મામેરુ યોજના હેઠળ છેલ્લાં ચાર વર્ષમાં કેટલી સહાય ચુકવાઈ?

શું છે ગુજરાત સરકારની આ યોજના?
Published by: OBS Bureau
Last Updated: Mar 28, 2025, 01:53 PM IST

Kuvarbai Nu Mameru Yojana: રાજ્યમાં કુંવરબાઈનું મામેરુ યોજના હેઠળ છેલ્લાં ચાર વર્ષમાં નિયત કરેલાં ૧,૦૯,૧૬૬ના લક્ષ્યાંક સામે કુલ ૨,૦૭,૮૮૧ લાભાર્થીઓને ૨૩૭.૫૮ કરોડની સહાય ચૂકવવામાં આવી છે તેમ સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્યમંત્રી ભીખુસિંહ પરમારે વિધાનસભામાં જણાવ્યું હતું.

આ અંગે વિગતો આપતાં મંત્રીએ જણાવ્યું કે વર્ષ ૧૯૯૫માં આ યોજના શરૂ કરવામાં આવી હતી. જેમાં સહાયની રકમમાં વખતોવખત વધારો કરીને હાલ લાભાર્થીદીઠ રૂ. ૧૨ હજારની સહાય આપવામાં આવે છે. આ જ પ્રકારે, સાત ફેરા યોજનામાં પણ રૂ. ૧૨ હજારની સહાય ચૂકવવામાં આવે છે.

છેલ્લાં ચાર વર્ષની વિગતો આપતાં રાજ્યમંત્રીએ કહ્યું કે વર્ષ ૨૦૨૦-૨૧માં ૨૬,૬૦૪ લાભાર્થીઓને રૂ. ૨૬.૬૦ કરોડ, વર્ષ ૨૦૨૧-૨૨માં ૩૫,૦૬૫ લાભાર્થીઓને રૂ. ૩૭.૬૯ કરોડ, વર્ષ ૨૦૨૨-૨૩માં ૫૯,૫૯૨ લાભાર્થીઓને રૂ. ૬૯.૬૮ કરોડ, વર્ષ ૨૦૨૩-૨૪માં ૮૬,૬૨૦ લાભાર્થીઓને રૂ. ૧૦૩.૬૧ કરોડ એમ કુલ નિયત કરાયેલા ૧,૦૯,૧૬૬ના લક્ષ્યાંક સામે ૨,૦૭,૮૮૧ લાભાર્થીઓને ૨૩૭.૫૮ કરોડની સહાય ચૂકવવામાં આવી હતી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now