Home Business Know How To Manage Your Home Loan Emi

તમારા ફાયદાની વાત : ઘરના EMI થશે ઓછા, આ ટિપ્સ આવશે કામ..

તમારા ફાયદાની વાત
Published by: OBS Bureau
Last Updated: Jan 08, 2025, 04:00 PM IST

ઘરનું ઘર સૌ કોઈનું સપનું હોય છે અને તેને સાકાર કરવા માટે તમે લઈ શકો છો હોમ લોન. પરંતુ ક્યારેક આ પગલું ચિંતા વધારનારું બની રહે છે. કારણ કે હોમ લોનના ઈએમઆઈ લાંબા સમય સુધી ચાલતા હોય છે. દરેક લોકો ઈચ્છે છે કે, તેમનો ઈએમઆઈનો બોજ ઓછો થાય. તમે નીચેની ટિપ્સથી તમારો ઈએમઆઈ ઓછો કરી શકો છો.

ડાઉન પેમેન્ટ વધું કરો
ઘર ખરીદતા પહેલા ડાઉન પેમેન્ટ માટે બને એટલી વધુ રકમ ભેગી કરી લેવી જોઈએ. જેટલું વધારે ડાઉન પેમેન્ટ કરશો, EMI એટલો જ ઓછો આવશે.તમારે તમારા ઘરના 25 ટકા જેટલી કિંમત ડાઉન પેમેન્ટ તરીકે આપવું જોઈએ.

લોન ટ્રાન્સફર કરવી સારો વિકલ્પ
જો તમારો પુન:ચુકવણી રેકોર્ડ સારો છે, તો તમે ધીરાણકર્તાને લોન ટ્રાન્સફર કરી શકો છો જે નીચા વ્યાજ દરો ઓફર કરે છે. હોમ લોન બેલેન્સ ટ્રાન્સફર ખૂબ જ સારો વિકલ્પ છે. પરંતુ, લોન ટ્રાન્સફર કરતા પહેલા, તમારે વધારાના ખર્ચ વિશે જાણવું આવશ્યક છે. આમાં પ્રોસેસિંગ ફી અને ફોરક્લોઝર ફી જેવા શુલ્કનો સમાવેશ થાય છે.

પ્રી-પેમેન્ટ કરી દો
તમારી પાસે જ્યારે વધારે પૈસા આવે તો તમે એક કરતા વધારે EMI ચૂકવી શકો છો. જેના કારણે લોનની અમાઉન્ટ ઓછી થશે અને ઋણની અવધિ પણ ઘટશે. જેના કારણે તમારે બેંકને ઓછું વ્યાજ ચૂકવવું પડશે.

ફ્લોટિંગ રેટ લોન સારો વિકલ્પ
લોન લેતા સમયે તમે ફિક્સના બદલે ફ્લોટિંગ રેટ પસંદ કરી શકો છો. આ લોનમાં વ્યાજના દર બજારની સ્થિતિને અનુસાર બદલતી રહે છે. જો વ્યાજ દરો ઓછી થાય છે, તો તમારી ઈએમઆઈ ઓછી થઈ જશે.જો કે, નીતિગત વ્યાજદર વધે તો EMI વધવાનું જોખમ રહે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now