ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ગણા રન બનાવનારા Sachin Tendulkarના પુત્ર Arjun Tendulkar ની સગાઈ થઈ ગઈ છે. અર્જુન તેંડુલકર અને સાનિયા ચાંડોકની સગાઈ એક ખાનગી સમારોહમાં થઈ. બંને પરિવારના નજીકના સભ્યો અને મિત્રોએ સગાઈમાં હાજરી આપી હતી. જાણો સંપૂર્ણ માહિતી.
અર્જુન તેંડુલકરની માહિતી
સચિન તેંડુલકરના લગ્ન 24 મે 1995 ના રોજ અંજલિ તેંડુલકર સાથે થયા હતા. અંજલિ તેંડુલકર સચિન તેંડુલકર કરતા છ વર્ષ મોટા છે. અંજલિ વ્યવસાયે બાળરોગ ચિકિત્સક રહી ચૂકી છે. સચિન-અંજલિની પ્રિય સારા તેંડુલકરનો જન્મ 12 ઓક્ટોબર 1997 ના રોજ થયો હતો. ત્યારબાદ 24 સપ્ટેમ્બર 1999માં તેમના પુત્ર અર્જુન તેંડુલકરનો જન્મ થયો.
અર્જુન તેંડુલકરનો IPL રેકોર્ડ કેવો છે?

IPL 2025માં અર્જુન તેંડુલકરને આખી ટુર્નામેન્ટમાં એક પણ મેચ રમવાની તક મળી ન હતી. મુંબઈ ઇન્ડિયન્સે તેને મેગા ઓક્શનમાં 30 લાખ રૂપિયાના બેઝ પ્રાઈસ પર રિટેન કર્યો હતો, પરંતુ ટીમ મેનેજમેન્ટે તેને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કર્યો ન હતો. આ કારણે, તેના નામે કોઈ રન, વિકેટ કે અન્ય આંકડા નોંધાઈ શક્યા નહીં અને તેની આખી સીઝન બેન્ચ પર રહ્યો હતો. અર્જુને IPLમાં મુંબઈ ઈન્ડિયન્સ માટે અત્યાર સુધી 5 મેચ રમી છે, જેમાં તેણે 3 વિકેટ અને 13 રન બનાવ્યા છે.
અર્જુન તેંડુલકરનું પ્રદર્શન ઘરેલું ક્રિકેટમાં
અર્જુન તેંડુલકરે અત્યાર સુધીમાં 17 ફર્સ્ટ ક્લાસ, 18 લિસ્ટ-એ અને 24 ટી-20 મેચ રમી છે. ફર્સ્ટ ક્લાસ મેચોમાં અર્જુને 33.51 ની સરેરાશથી 37 વિકેટ લીધી છે. જ્યારે તેને 23.13 ની સરેરાશથી 532 રન બનાવ્યા છે. લિસ્ટ-એ ક્રિકેટમાં, અર્જુનના નામે 25 વિકેટ (સરેરાશ 31.2) અને 102 રન (સરેરાશ 17) છે. T20 ક્રિકેટમાં, 25 વર્ષીય અર્જુન તેંડુલકરે 25.07 ની સરેરાશથી 27 વિકેટ લીધી છે. તેણે 13.22 ની સરેરાશથી 119 રન બનાવ્યા છે. અર્જુન ઘરેલુ ક્રિકેટમાં ગોવાની ટીમનો ભાગ છે. અગાઉ તે મુંબઈની ટીમ માટે રમતો હતો.
સાનિયા ચાંડોકની માહિતી

અર્જુન તેંડુલકરની સગાઈ રવિ ઘાઈની પૌત્રી સાનિયા ચંડોક સાથે થઈ છે. સરકારી રેકોર્ડ (કોર્પોરેટ બાબતોના મંત્રાલય) અનુસાર, સાનિયા ચાંડોક મુંબઈના Mr. Paws Pet Spa & Store LLP માં ભાગીદાર અને ડિરેક્ટર છે. મુંબઈના સૌથી મોટા બિઝનેસ હાઉસમાંના એક રવિ ઇકબાલ ઘાઈ Graviss Hospitality Ltd ના ચેરમેન છે. હોટલ અને આઈસ્ક્રીમ ઉદ્યોગમાં આ એક પારિવારિક વ્યવસાય છે. રવિ ઘાઈ, ઇકબાલ કૃષ્ણ 'આઈ.કે.' ઘાઈના પુત્ર છે, જેમણે પ્રખ્યાત ક્વોલિટી આઈસ્ક્રીમ બ્રાન્ડ અને મુંબઈના મરીન ડ્રાઇવ પર ઇન્ટરકોન્ટિનેન્ટલ હોટેલની શરૂઆત કરી હતી.




















