Home Sports IPL 2026 Kkr Vs Lsg Ipl 2026 Live Pant Vs Rinku Match Preview

IPL 2026; KKR vs LSG મેચમાં વરસાદ બનશે વિલન! : કોલકાતામાં આજે મેચ અને વરસાદ વચ્ચે થશે મુકાબલો

Rishabh Pant, Digvesh Rathi, Ajinkya Rahane, Cameron Green
Published by: Aryan Shah
Last Updated: Apr 09, 2026, 09:43 AM IST

KKR vs LSG : IPL 2026 માં આજે એક મોટો મુકાબલો જોવા મળશે. કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) પોતાના હોમ ગ્રાઉન્ડ ઈડન ગાર્ડન્સમાં લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) સામે ટકરાશે. જોકે, ક્રિકેટ પ્રેમીઓ માટે ચિંતાના સમાચાર એ છે કે, આજે કોલકાતામાં વરસાદની 90% શક્યતા છે, જેના કારણે મેચમાં વિઘ્ન આવી શકે છે.

ઈડન ગાર્ડન્સમાં વરસાદનું મોટું સંકટ

હવામાન વિભાગની આગાહી મુજબ આજે કોલકાતામાં વરસાદ પડવાની પૂરેપૂરી શક્યતા છે. અગાઉની મેચ પણ અહીં વરસાદને કારણે રદ કરવી પડી હતી. જો આજે પણ વરસાદ પડે છે, તો પોઈન્ટ ટેબલ પર તેની અસર જોવા મળશે. દિવસ દરમિયાન તાપમાન 36 ડિગ્રી સુધી રહી શકે છે, પરંતુ સાંજ પડતા વાદળછાયું વાતાવરણ અને વરસાદી માહોલ રહેશે.

ટીમનું અત્યાર સુધીનું પ્રદર્શન

KKR માટે આ સિઝનની ચોથી મેચ છે. ટીમે 3 માંથી 2 મેચ હારી છે, જ્યારે એક મેચ વરસાદમાં ધોવાઈ ગઈ હતી. બીજી તરફ લખનઉ સુપર જાયન્ટ્સની વાત કરીએ, તો LSG ની ટીમમાં અત્યાર સુધી મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો છે. LSG એ રમેલી બે મેચમાંથી એકમાં જીત અને એકમાં હારનો સ્વાદ ચાખ્યો છે.

KKR અને LSG નો હેડ-ટૂ-હેડ રેકોર્ડ

બંને ટીમોના હેડ-ટૂ-હેડ રેકોર્ડ્સ પર નજર કરીએ, તો લખનઉનું પલડું ભારે જણાય છે. અત્યાર સુધી રમાયેલી 6 મેચોમાંથી LSG એ 4 મેચ જીતી છે, જ્યારે KKR ને માત્ર 2 મેચમાં સફળતા મળી છે. ખાસ કરીને કોલકાતાના મેદાન પર પણ લખનઉએ 3 માંથી 2 મેચોમાં જીત મેળવી છે.આજની મેચના મુખ્ય ખેલાડીઓ

KKR તરફથી અંગક્રિશ રઘુવંશી શાનદાર ફોર્મમાં છે, જેને 3 માંથી 2 મેચમાં ફિફ્ટી ફટકારી છે. બોલિંગમાં બ્લેસિંગ મુઝરાબાની મહત્વના સાબિત થઈ શકે છે. જ્યારે લખનઉ તરફથી કેપ્ટન રિષભ પંત પર નજર રહેશે, જેને ગત મેચોમાં સારી બેટિંગ કરી છે. બોલિંગમાં પ્રિન્સ યાદવ લખનઉ માટે ટ્રમ્પ કાર્ડ સાબિત થઈ શકે છે.

આ પણ ખાસ વાંચો : “મારા સામે એજન્ડા ચાલી રહ્યો છે!” : IPLની ટીમના આ દિગ્ગજ કેપ્ટને આપ્યો જડબાતોડ જવાબ!

ઈડન ગાર્ડન્સની પીચ રિપોર્ટ અને રણનીતિ

ઈડન ગાર્ડન્સની પીચ બેટિંગ માટે સ્વર્ગ સમાન માનવામાં આવે છે. અહીં રન બનાવવા સરળ છે અને હાઇ-સ્કોરિંગ મેચો જોવા મળે છે. જોકે, વરસાદી માહોલ અને ભેજને કારણે ફાસ્ટ બોલરોને શરૂઆતની ઓવરોમાં મદદ મળી શકે છે. આ સિઝનમાં રમાયેલી બંને મેચોમાં અહીં 200 થી વધુનો સ્કોર બન્યો છે.

સંભવિત પ્લેઈંગ-12

KKR : અજિંક્ય રહાણે (કેપ્ટન), ફિન એલન, કેમરૂન ગ્રીન, અંગક્રિશ રઘુવંશી (વિકેટકીપર), રિંકુ સિંહ, રમણદીપ સિંહ, અનુકુલ રોય, સુનીલ નારાયણ, વૈભવ અરોરા, બ્લેસિંગ મુઝરાબાની, કાર્તિક ત્યાગી.

LSG : એડન માર્કરમ, મિચેલ માર્શ, રિષભ પંત (કેપ્ટન અને વિકેટકીપર), આયુષ બદોની, નિકોલસ પૂરન, અબ્દુલ સમદ, મુકુલ ચૌધરી, આવેશ ખાન, દિગ્વેશ રાઠી, પ્રિન્સ યાદવ, મોહમ્મદ શમી, મણિમરણ સિદ્ધાર્થ.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now