Home Gujarat Kinjal Rabari Controversy First Statement After Back Home

"મારા ચાહક મિત્રોને વિનંતી કરવા માગું છું કે..." : ઘરવાપસી બાદ કિંજલ રબારીનો પહેલો વીડિયો

"મારા ચાહક મિત્રોને વિનંતી કરવા માગું છું કે..."
Play Video
Published by: OBS Bureau
Last Updated: Mar 16, 2026, 05:25 AM IST

ગુજરાતની જાણીતી સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કિંજલ રબારી છેલ્લા કેટલાક સમયથી વિવાદોમાં ઘેરાયેલી હતી. આ તમામ અટકળો અને વિવાદો પર પૂર્ણવિરામ મુકતા કિંજલે એક સત્તાવાર નિવેદન જાહેર કર્યું છે. તેણે કબૂલાત કરી છે કે તેનાથી ભૂલ થઈ હતી અને હવે તે સુરક્ષિત રીતે પોતાના પરિવાર પાસે પરત ફરી છે.

"રસ્તો ભટકી ગઈ હતી, જે થયું તે ખોટું હતું"

પોતાના નિવેદનમાં કિંજલ રબારીએ પારિવારિક મૂલ્યોને પ્રાધાન્ય આપતા જણાવ્યું હતું કે, "હું મારી રાહ ભટકી ગઈ હતી અને મેં જે પગલું ભર્યું હતું તે ખોટું હતું. પરંતુ હવે હું રાજીખુશીથી મારા પરિવારના સંપર્ક કરી તેમની પાસે પરત આવી ગઈ છું. હું હવે કાયમ માટે મારા પરિવાર સાથે હળીમળીને રહેવા માંગુ છું."

આગળ કિંજલ રબારીએ જણાવ્યું, "મારા માલધારી સમાજ ના દરેક આગેવાનોને અને ભાઈઓને અને સર્વે આઢારે આલમના મારા ચાહક મિત્રોને વિનંતી કરવા માગું છું, કે કોઈએ મારા વીસે ખોટી વાતો કે અફવાઓ ફેલાવવી નહીં અને કોઈ ખોટી વાતો આફવાઓમાં આવવું નહીં." ગુજરાતી ગાયિકાએ વધુમાં જણાવ્યું, "મારા નામે જે પણ અન્ય સોશિયલ મિડિયાના એકાઉન્ટ ચાલવી રહ્યા છે તે તમામ ને મારા આગળ ના વિડિયોને ડિલીટ કરવા સાથે અન્ય કોઈ ખોટા એઆઈ થી બનાવેલા ફોટો કે વીડિયો નહીં મૂકવા વિનંતી."

શું હતો સમગ્ર મમલો?

કિંજલ રબારી આતંરજ્ઞાતિય લગ્નનને લઈને ચર્ચાનો વિષય બની છે. સિંગરે સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને જણાવ્યું છે કે, તેમણે પોતાની પસંદગીથી અશોક ચૌધરી સાથે લગ્ન કર્યા છે. કિંજલ રબારીએ વીડિયોમાં કહ્યું હતું કે, તેઓ રાધનપુર તાલુકાના સિનાર ગામની રહેવાસી છે અને પ્રોફેશનલ સિંગર તરીકે કામ કરે છે. તેમણે જણાવ્યું કે લાંબા સમયથી તેઓ પોતાના પરિવારને લગ્ન માટે મનાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ પરિવાર આ સંબંધને સ્વીકારવા તૈયાર નહોતો.તેમણે જણાવ્યું કે પરિસ્થિતિને કારણે તેમના પતિ અશોક ચૌધરી તેમને લેવા આવ્યા અને ત્યાર બાદ બંનેએ લગ્ન કર્યા હતા.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now