ગાંધીનગર ખાતે ખેતી બેંકની વાર્ષિક સાધારણ સભા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાઈ. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, ઋણ સ્વિકાર અમારે હોય નહીં અમે ફરજ ના ભાગ રૂપે કામ કરીએ છીએ, ખેડૂત માટે જેમાં લાભ મળે તેમાં હંમેશા અમારી તૈયારી હોય છે. આપણી સંસ્કૃતિ વસુધૈવ કુટુંબકમ છે.
''ગુજરાત સહકારીતામાં ચળવળમાં અગ્રેસર છે''
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, ગુજરાત આઝાદીના આંદોલનમાં અને સહકારમાં અગ્રેસર હતું એજ ગુજરાત સહકારીતામાં ચળવળમાં અગ્રેસર છે, ગુજરાતમાં આવેલી ક્રાંતિને ભારતમાં વિકાસ માટે અલાયદુ સહકાર મંત્રાલય બનાવ્યું છે. સહકાર ક્ષેત્રે નવી દિશા મળી છે. ખેતી બેંકે ઉદાહરણ રૂપ કામ કર્યું છે. ખેતી બેંક એક જ બેંક ત્રણ વર્ષથી ઝીરો ટકા એનપીએ ધરાવે છે
''દેશની સર્વોચ્ચ સંસ્થા ઈફ્કો વિશ્વ કક્ષાએ પ્રથમ છે''
ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સંઘાણીએ કહ્યું કે, ''ખેતી બેંકમાં આજે વીમા અંગે જાહેરાત કરવામાં આવી હતી, ઓછા સમયમાં સેવિગ એકાઉન્ટ ખોલવા માટે પ્રયાસ પણ સરહનીય છે. ગુજકોમસોલ સ્થાપના માટે છેલ્લા સાત વર્ષમાં નફો થયો છે. વધુમાં કહ્યું કે, ગુજકોમાસોલ નો અત્યારસુધી સૌથી મોટો સવા સો કરોડ નો નફો થયો તેમજ દેશનું સૌથી વધુ 22 ટકા ડિવિડન્ડ આપ્યું છે. દેશની સર્વોચ્ચ સંસ્થા ઈફ્કો વિશ્વ કક્ષાએ પ્રથમ છે. ઈફ્કો, નાફેડના ચેરમેન ગુજરાતમાંથી છે.
''મેં કહ્યું હતું કે, ચૂંટણી કરીને જીતવી અઘરી છે''
દિલીપ સંઘાણીએ કહ્યું કે, ''બીપિન પટેલે વેરહાઉસિંગમાં ડિરેક્ટર માટે ફોર્મ ભર્યું હતું ત્યારે મેં કહ્યું ચૂંટણી કરીને જીતવી અઘરી છે. બિન હરીફ થવાય તો જ ડિરેક્ટર થવાય, કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે મદદ કરી અને બીપિન પટેલ બિનહરિફ થયા. ગુજરાતની તમામ સહકારી સંસ્થાઓ સારૂ કામ કરી રહી છે અને કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહ ખૂબ મહેનત કરી રહ્યા છે
ખેતીબેંકના ચેરમેનએ શું કહ્યું?
ખેતીબેંકના ચેરમેન ડોલર કોટેચાએ કહ્યું કે, ''ખેતી બેંકની વિદેશના અગ્રણીઓ મુલાકાત કરી, માત્ર ખેતી બેંક લેવડદેવડ સાથે સાથે તેજસ્વી તરલા સનમાન કર્યું છે. નિરમા ઠાકોરને રમતગમત માટે સહાય ખેતી બેંકે પૂરી પાડી હવે રશિયામાં રમવા જશે. 12 ટકા સરળ લોન સાથે ખેડૂતો સમૃદ્ધ બન્યા છે. ખેડૂતોને 102.70 કરોડનો ફાયદો થયો છે. 2 ઓગસ્ટથી 11 લાખનો વીમો ખેડૂતો લેવા માટેની તજવીજ હાથ ધરાશે.






