Home Gujarat Khedut Became A Millionaire By Cultivating Palm Trees Know How Much Assistance The Gujarat Government Paid

વિધાનસભામાં સરકારે જાહેર કર્યા આંકડા : દાડમની ખેતી કરી કરોડપતિ બન્યા આ જિલ્લાના ખેડૂત, જાણો ગુજરાત સરકારે કેટલી ચૂકવી સહાય?

વિધાનસભામાં સરકારે જાહેર કર્યા આંકડા
Published by: OBS Bureau
Last Updated: Mar 12, 2025, 02:32 PM IST

Gandhinagar: ગુજરાત વિધાનસભા ગૃહમાં સભ્ય દ્વારા દાડમ પાકના વાવેતર અંગે પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે રાજ્યમાં દાડમ પાકના ઉત્પાદનની અનુકુળતાને ધ્યાને લઈને રાજ્યના ખેડૂતોને દાડમના વાવેતર માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. દાડમની બજારમાં સારી માંગ રહેતી હોવાથી ખેડૂતોની આવકમાં પણ વધારો થાય છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં કુલ ૫૮૯ ખેડૂત લાભાર્થીઓને રૂ. ૨,૪૬,૬૬,૮૨૦ ની સહાય ચૂકવવામાં આવી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં દાડમ પાકનું પુષ્કળ વાવેતર થઈ રહ્યું છે. વર્ષ ૨૦૨૩-૨૪માં જ સુરેન્દ્રનગર જિલ્લામાં કુલ ૧,૭૯૪ હેક્ટર વિસ્તારમાં દાડમનું વાવેતર અને ૧૮,૧૧૯ મેટ્રિક ટન દાડમનું ઉત્પાદન થયું હતુ.

સહાયના ધોરણ અંગે પૂછાયેલા પૂરક પ્રશ્નનના જવાબમાં મંત્રીએ જણાવ્યું હતું કે, દાડમના રોપાની કિંમત સંકલિત જીવાત નિયંત્રણ તથા સંકલિત પોષણ વ્યવસ્થાપનના પ્રતિ હેક્ટર રૂ. ૭૧,૬૪૦ ના ખર્ચને ધ્યાનમાં રાખીને સામાન્ય જાતિના ખેડૂતો માટે ખર્ચના ૫૫ ટકા મુજબ મહત્તમ રૂ. ૩૯,૪૦૨ ચૂકવાય છે.

આ ઉપરાંત અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે ખર્ચના ૭૫ ટકા મુજબ મહત્તમ રૂ. ૫૩,૭૩૦ તથા અનુસૂચિત જાતિના ખેડૂતો માટે ખર્ચના ૬૫ ટકા મુજબ મહત્તમ રૂ. ૪૬,૫૬૬ પ્રતિ હેક્ટર આપવામાં આવે છે. આ યોજના હેઠળ લાભાર્થી દીઠ ચાર હેક્ટરની મર્યાદામાં આજીવન એક જ વાર સહાય આપવામાં આવે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now