Home Gujarat Kheda News 12 Day Remand Of Both Spies Arrested By Gujarat Ats

ગુજરાત ATSએ ઝડપેલા 2 જાસૂસના રિમાન્ડ મંજૂર : ખેડાની કોર્ટમાં રજૂ કરી હતી 14 દિવસના રિમાન્ડની માગ

ગુજરાત ATSએ ઝડપેલા 2 જાસૂસના રિમાન્ડ મંજૂર
Play Video
Published by: OBS Bureau
Last Updated: Dec 05, 2025, 10:13 AM IST

12 Days Remand of Both Spies: ગુજરાત ATS દ્વારા ઝડપાયેલા બે જાસૂસના કેસમાં કોર્ટે બંનેના રિમાન્ડ મંજૂર કર્યા છે. બંને આરોપીઓને ખેલાની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જ્યાં ATSએ 14 દિવસના રિમાન્ડની માગણી કરી હતી. પરંતુ કોર્ટએ કેસની ગંભીરતા, આરોપીઓની ભૂમિકા અને જરૂરી તપાસને ધ્યાનમાં રાખીને 12 દિવસનો પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે.

મળતી માહિતી મુજબ, બંને આરોપીઓ ભારતીય સુરક્ષા વ્યવસ્થાથી સંબંધિત મહત્વની માહિતી એકત્ર કરી તેને બહારના તત્વો સુધી પહોંચાડતા હતા એવી શંકા છે. આ કારણસર ATS એ તેમની ધરપકડ કરી હતી અને હવે વધુ પૂછપરછ દ્વારા જાસૂસી નેટવર્ક વિશે વિગતવાર માહિતી મેળવવાની પ્રક્રિયા હાથ ધરાશે.

કોર્ટમાં ATS એ રજૂઆત કરતા જણાવ્યું હતું કે આરોપીઓ પાસેથી અનેક પ્રકારની સંવેદનશીલ માહિતી મળી શકે છે, તેમજ તેઓ કોના સંપર્કમાં હતા, કઇ માહિતી લીક કરી હતી અને આ નેટવર્કમાં કેટલી વ્યક્તિઓ સામેલ છે તે જાણવા માટે પૂરતો સમય જરૂરી છે. કોર્ટએ આ દલીલોને માન્ય રાખતાં 12 દિવસનો રિમાન્ડ મંજૂર કર્યો.

પાકિસ્તાની હેન્ડલર્સ સાથેની ચેટ

ATS એ બંને આરોપીઓના મોબાઇલ ફોન, લેપટોપ અને અન્ય ઇલેક્ટ્રોનિક ડિવાઇસ જપ્ત કરીને ડિજિટલ ફોરેન્સિક તપાસ હાથ ધરી હતી. તપાસમાં પાકિસ્તાની હેન્ડલર્સ સાથેની ચેટ, વૉઇસ મેસેજ અને પૈસાના ટ્રાન્ઝેક્શનના પુરાવા મળી આવ્યા છે. આરોપીઓને નાણાકીય લાભ આપવામાં આવતો હોવાનું પણ સામે આવ્યું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now