Kerala Crime: કેરળના પથાનમથિટ્ટા જિલ્લાના અડૂર વિસ્તારમાં એક અત્યંત શરમાવનારી અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં એક રિક્ષા ચાલકે માનવતાની તમામ હદો વટાવીને એક 28 વર્ષીય મહિલાને નશીલો જ્યુસ પીવડાવી તેની લાજ લૂંટી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. એટલું જ નહીં, આરોપીએ આ હીન કૃત્યનો વીડિયો પણ બનાવી લીધો હતો અને તેના આધારે પીડિતાને સતત ધમકાવી બ્લેકમેલ કરતો હતો. લાંબા સમયની પીડા અને ડર બાદ આખરે પીડિતાએ હિંમત ભેગી કરી પોલીસના દ્વાર ખટખટાવ્યા હતા, જેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.
ઓળખાણનો ગેરફાયદો ઉઠાવી આચર્યું પાપ
મળતી માહિતી મુજબ, ૨૮ વર્ષીય પીડિત મહિલા પોતાના પતિથી અલગ થઈને અડૂર વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતી હતી. તે અવારનવાર મુસાફરી માટે વિનોદ નામના રિક્ષા ચાલકની રિક્ષામાં જતી હતી. પાડોશમાં જ રહેતો હોવાને કારણે અને નિયમિત મુસાફરીને લીધે બંને વચ્ચે સામાન્ય ઓળખાણ થઈ હતી. ગત ફેબ્રુઆરી મહિનામાં આરોપી વિનોદ મહિલાના ઘરે પહોંચ્યો હતો અને તેને પીવા માટે જ્યુસ આપ્યો હતો. આ જ્યુસમાં નશીલી દવા હોવાની પીડિતાને જાણ નહોતી. જ્યુસ પીધા બાદ મહિલા બેભાન થઈ ગઈ હતી, જેનો ગેરલાભ ઉઠાવીને પાખંડી રિક્ષા ચાલકે તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.
કેરલમમાં કોંગ્રેસની જીત બાદ ‘CM’ પદ માટે સંગ્રામ: કાર્યકરોની 'Only VD' નારા સાથે હાઈકમાન્ડને સીધી ચેતવણી
વીડિયો વાયરલ કરવાની ધમકી આપી કરતો હતો બ્લેકમેલ
ઘટનાની ગંભીરતા ત્યારે વધી જ્યારે આરોપીએ મહિલાને હોશ આવ્યા બાદ જણાવ્યું હતું કે, તેણે આખી ઘટનાનો વીડિયો ઉતાર્યો છે. વિનોદ સતત પીડિતાને ધમકાવતો હતો કે જો તે આ વિશે કોઈને પણ જાણ કરશે, તો તે આ અશ્લીલ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરી દેશે. સમાજમાં બદનામીના ડરથી પીડિત મહિલા મહિનાઓ સુધી મૌન રહી અને આ ત્રાસ સહન કરતી રહી. જોકે, આરોપીનો ત્રાસ વધતા અને તેની સાથે મારપીટ પણ શરૂ થતા, આખરે પીડિતાએ આખી આપવીતી તેના પતિને જણાવી હતી.
સાસુ કરતાં 16 વર્ષ મોટી પુત્રવધૂ!: આગ્રામાં સામે આવ્યો ચોંકાવનારો કિસ્સો! જાણો શું છે સમગ્ર મામલો!
પોલીસે ટેકનિકલ દેખરેખના આધારે આરોપીને ઝડપ્યો
પીડિતાના પતિની સલાહ બાદ મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. આરોપી વિનોદ ઘટના બાદથી જ ફરાર થઈ ગયો હતો અને પકડથી બચવા છુપાઈ રહ્યો હતો. પીડિતાએ જિલ્લા પોલીસ વડાનો સંપર્ક કરી તપાસ ઝડપી બનાવવાની વિનંતી કરી હતી. ત્યારબાદ પોલીસે ટેકનિકલ લોકેશન અને બાતમીદારોની મદદથી શુક્રવારે રાત્રે આરોપી વિનોદની ધરપકડ કરી હતી. પોલીસે આરોપીનો મોબાઈલ ફોન પણ જપ્ત કર્યો છે, જેની ફોરેન્સિક તપાસ કરવામાં આવશે જેથી બ્લેકમેલિંગ માટે વપરાયેલા વીડિયો પુરાવા તરીકે મેળવી શકાય.
શુવેન્દુ અધિકારીના શપથ ગ્રહણ સમયે PMએ એક વૃદ્ધના ચરણ સ્પર્શ કર્યા: જાણો કોણ છે આ વૃદ્ધ વ્યક્તિ
કાયદાકીય કાર્યવાહી શરૂ
અડૂર પોલીસે આરોપી વિનોદ સામે દુષ્કર્મ, બ્લેકમેલિંગ અને મારપીટ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ, આરોપીને ટૂંક સમયમાં કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માંગણી કરવામાં આવશે. આ ઘટનાએ પંથકમાં ભારે અરેરાટી ફેલાવી દીધી છે અને મહિલાઓની સુરક્ષા પર ફરી એકવાર સવાલો ઉભા કર્યા છે.





