Home National Modi Touches Feet Makhanlal Sarkar Bengal

શુવેન્દુ અધિકારીના શપથ ગ્રહણ સમયે PMએ એક વૃદ્ધના ચરણ સ્પર્શ કર્યા : જાણો કોણ છે આ વૃદ્ધ વ્યક્તિ

મખનલાલ સરકારનાં ચરણ સ્પર્શ કરતા PMની છબી
Image Credit: X.COM
Published by: Niraj Chokshi
Last Updated: May 09, 2026, 07:14 AM IST

પશ્ચિમ બંગાળમાં નવા મુખ્યમંત્રી તરીકે શુવેન્દુ અધિકારી ના શપથગ્રહણ સમારોહ દરમિયાન એક ભાવનાત્મક અને ચર્ચાસ્પદ દ્રશ્ય સામે આવ્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વરિષ્ઠ કાર્યકર Makhanlal Sarkarના ચરણ સ્પર્શ કર્યા અને તેમને મંચ પર ભેટી પડ્યા, આ ઘટના Kolkata ખાતે યોજાયેલા ભવ્ય કાર્યક્રમમાં બની જે રાજકીય અને માનવીય બંને દ્રષ્ટિકોણથી મહત્વપૂર્ણ બની ગઈ છે.

સમારોહ દરમિયાન પીએમ મોદી મંચ પર પહોંચ્યા ત્યારે તેમણે મખનલાલ સરકારને જોયા અને તરત જ તેમની તરફ આગળ વધીને તેમને સાલ ઓઢાળી સન્માનિત કર્યા ત્યાર બાદ તેમાનાં ચરણ સ્પર્શ કર્યા. ત્યાર બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી Makhanlal Sarkarને ભેટી પડ્યા. આ દ્રશ્યે હાજર જનસમૂહમાં ભાવુકતા અને ઉત્સાહનું વાતાવરણ ઊભું કર્યું હતું.

મખનલાલ સરકાર કોણ છે?

Makhanlal Sarkar પશ્ચિમ બંગાળના ભાજપના એક વરિષ્ઠ અને નિષ્ઠાવાન કાર્યકર તરીકે ઓળખાય છે. તેઓ લાંબા સમયથી પાર્ટી સાથે જોડાયેલા છે અને ગ્રાસરૂટ સ્તરે સંગઠન મજબૂત બનાવવા માટે નોંધપાત્ર યોગદાન આપ્યું છે. તેમના જેવા કાર્યકરોને પાર્ટીના પીઠબળ તરીકે માનવામાં આવે છે જેમણે વર્ષો સુધી નિષ્ઠાપૂર્વક સેવા આપી છે.

મખનલાલ સરકાર જાહેર જીવનમાં ભલે મોટા પદ પર રહ્યા ન હોય પરંતુ તેમની નિષ્ઠા અને સમર્પણને કારણે પાર્ટીના ઉચ્ચ નેતૃત્વમાં તેઓ પ્રત્યે વિશેષ સન્માન છે. પીએમ મોદીએ જાહેર મંચ પર આપવામાં આવેલ આ સન્માન તેમના લાંબા સમયના યોગદાનની માન્યતા તરીકે જોવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો: સુવેન્દુ અધિકારી બન્યા બંગાળનાં CM : અગ્નિમિત્રા, દિલીપ ઘોષ સહિત આ 5 નેતાઓએ લીધા મંત્રી પદનાં શપથ

રાજકીય સંદેશ અને પ્રતીકાત્મકતા

આ ઘટનાને માત્ર એક વ્યક્તિગત સન્માન તરીકે નહીં પરંતુ એક પ્રતીકાત્મક રાજકીય સંદેશ તરીકે પણ જોવામાં આવી રહી છે. પીએમ મોદી દ્વારા એક સામાન્ય કાર્યકરને આ રીતે સન્માન આપવું, પાર્ટી કાર્યકરોમાં ઉત્સાહ વધારવાનો પ્રયાસ માનવામાં આવે છે.

રાજકીય વિશ્લેષકોના મત મુજબ, આ દ્રશ્ય એ સંદેશ આપે છે કે પાર્ટીમાં કાર્યકરોનું મહત્વ સર્વોચ્ચ છે અને તેમનો યોગદાન માન્ય ગણવામાં આવે છે. ખાસ કરીને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યમાં, જ્યાં ભાજપે તાજેતરમાં મોટી જીત હાંસલ કરી છે, આવા સંદેશો સંગઠનને વધુ મજબૂત બનાવી શકે છે.

આ પણ વાંચો: 'અમે જ કેન્દ્ર છે' : વિજયની TVK પાર્ટીને સમર્થન આપવાની અટકળો વચ્ચે VCK નેતાનું નિવેનદન

શપથ સમારોહમાં મોટા નેતાઓની હાજરી

આ શપથગ્રહણ સમારોહમાં પીએમ મોદી સિવાય અનેક કેન્દ્રીય નેતાઓ અને રાજ્યના મહત્વપૂર્ણ રાજકીય વ્યક્તિત્વોએ હાજરી આપી હતી. Suvendu Adhikari એ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ રાજ્યમાં નવી સરકારની શરૂઆત થઈ છે.

સમારોહ દરમિયાન મંચ પર દેખાયેલ આ માનવીય દ્રશ્યે રાજકીય ચર્ચાઓને નવી દિશા આપી છે અને સોશિયલ મીડિયા પર પણ આ ઘટના ઝડપથી વાયરલ બની છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now