Home Gujarat Kejriwal Bhagwant Manns Public Meeting In Support Of Chaitar Vasava In Dediyapada

ડેડીયાપાડામાં ચૈતર વસાવાના સમર્થનમાં કેજરીવાલ-ભગવંત માનની જનસભા : કેજરીવાલે કહ્યું "જેલ કે તાલે તૂટેંગે, ચૈતર વસાવા છૂટેંગે"

ડેડીયાપાડામાં ચૈતર વસાવાના સમર્થનમાં કેજરીવાલ-ભગવંત માનની જનસભા
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jul 24, 2025, 12:17 PM IST

આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન બે દિવસીય ગુજરાત પ્રાવસે આવ્યા છે. જેઓ ગઈકાલે મોડાસાના મેઘરજ રોડ પર આવેલા કુમકુમ પાર્ટી પ્લોટ ખાતે AAP દ્વારા આયોજન કરાયેલા 'મહા પંયાચત'માં ખેડૂતો સાથે સંવાદ સાંધ્યો હતો. ત્યારે આજે ડેડીયાપાડા ખાતે સભા તેમજ ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં મહારેલીનું આયોજન કરાયું છે.

કેજરીવાલે શું કહ્યું ?

અરવિંદ કેજરીવાલે કહ્યું કે, "જેલ કે તાલે તૂટેંગે, ચૈતર વસાવા છૂટેંગે" કેજરીવાલે વધુમાં કહ્યું કે, AAPના ગુજરાત પ્રદેશના પૂર્વ પ્રમુખ ગોપાલ ઇટાલિયા અને વર્તમાન પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી ભાજપ સરકાર પર સીધા અને આકરા પ્રહારો કરે છે. પાટીદાર અનામત આંદોલનથી ચર્ચામાં આવેલા ગોપાલભાઇએ ભાજપ વિરુદ્ધ અનેક આંદોલનો કર્યા, જેથી ભાજપના નેતાઓ પરના તેમના સીધા આક્ષેપોને કારણે તેઓ રાજકીય રીતે નિશાન બની શકે છે''.

''એકલા ના સમજતા અમે તમારી સાથે છીએ''

ભગવંત માનએ કહ્યું કે, ''જ્યારે આદિવાસી જાગી જાય છે, ત્યારે તેમને કોઈ તોફાન પણ રોકી શકે નહી'' વધુમાં કહ્યુ કે, ''આજે એમે કહેવા માટે આવ્યા છીએ કે, ચૈતર વસાવા ભાઈ તમે તમારી સમાજ એકલા ના સમજતા અમે તમારી સાથે છીએ'' તેમણે કહ્યું કે, ''ભાજપવાળા લોકોને કહેવા માંગું છું કે, 'હમ વો પત્તે નહીં હૈ જો શાક સે તૂટ કે, ગિર જાયેગે, આંધીઓ કો કહ દો ઓકાતમાં રહે'

'દંડાના દમ પર સરકાર નહી ચાલે'

આ જનસભાને સંબોધતા વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે, ''વર્ષો પછી ચૈતર વસાવા જેવા નેતાઓ મળ્યા છે'',વધુમાં કહ્યું કે, ''દંડાના દમ પર સરકાર નહી ચાલે, લોકોના દિલમાં રાજ કરી સરકાર ચલાવવા પડશે''

'દિલ્હી સુધી ડંકો વાગવો જોઈએ'

આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ કહ્યું કે, ''આજે ભાજપને પણ ખબર પડવી જોઈએ, દિલ્હી સુધી ડંકો વાગવો જોઈએ કે, ચૈતર વસાવા અને આદિવાસી સમાજની શુ તાકાત છે'', વધુમાં તેમણે કહ્યું કે, ''આ લોકોને પીડા ત્યાં થાય છે કે, ચૈતર વસાવા ભણેલા-ગણેલા અને હોશિયાર યુવાન છે, તેઓ આ સરકારના નેતાઓના કૌભાંડ ઉજાગર કરે છે''

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now