આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન બે દિવસીય ગુજરાત પ્રાવસે આવ્યા છે. જેઓ મોડાસાના મેઘરજ રોડ પર આવેલા કુમકુમ પાર્ટી પ્લોટ ખાતે AAP દ્વારા આયોજન કરાયેલા 'મહા પંયાચત'માં ખેડૂતો સાથે સંવાદ સાંધશે.
ખેડૂત-પશુપાલકો સાથે કેજરીવાલની મહાપંચાયત
મોડાસામાં યોજાયેલા આ મહાપંચાયત કાર્યક્રમમાં આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂત-પશુપાલક આમત્રણ અપાયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં સાબર ડેરીથી લઈ વિવધ ડેરીઓના 'દૂધિયા રાજકારણ'માં આમ આદમી પાર્ટીએ પણ જમ્પ લાવ્યું છે.
''ગોપાલ ઈટાલિયાએ આ વખતે ત્રીજો રસ્તો ખોલ્યો છે''
ભગવંત માનએ કહ્યું કે, ''ગુજરાતમાં કોઈ વિપક્ષ નથી, કોંગ્રેસ વિપક્ષ નથી, કોંગ્રેસ તેમની સાથે મળેલી છે, જો આવું ન હોત તો તે આજે તમારી સાથે ઉભી હોત, અમારે દિલ્હી અને પંજાબથી ન આવવું પડત'' વધુમાં કહ્યું કે, જનતાએ ભાજપને વોટ નથી આપવા પરંતુ તેમની પાસે બીજો કોઈ રસ્તો નથી, કોંગ્રેસવાળા તો ખુદ કહે છે એમને વોટ આપી દો, ત્યારે હવે ત્રીજો રસ્તા ખુલ્યો છે, ગોપાલ ઈટાલિયાએ આ વખતે ત્રીજો રસ્તો ખોલ્યો છે''
''અમે તમારા હક અપાવવા આવ્યા છીએ''
કેજરીવાલે કહ્યું કે, ''અશોક ચૌધરી તે આપણને છોડી ચાલી ગયો છે, મિત્રો આ સરકાર એટલી ગંદી છે કે, મને દિલ્હીમાં સમાચર મળ્યા કે, એક પ્રદર્શન કરતા ભાઈનું મોત થઈ ગયું છે ત્યારે મેં ભગવંત માન સાથે વાત કરી અને અમે તુરંત આપ લોકોને મળવા માટે અને વાત કરવા માટે આવી ગયા છીએ'' તેમણે વધુમાં કહ્યું કે, ''આ અમીરોની સરકાર છે અદાણીની સરકાર છે, અદાણીને બધા કોન્ટ્રાકટ આપે છે. આમ આદમી પાર્ટી ગરીબોની,ખેડૂતો ,શ્રમિકોની છે, અમે તમારા સાથે છીએ તમારો હક અપાવવા આવ્યા છીએ''






