Amreli News: અમરેલી જિલ્લામાં તાજેતરમાં થયેલા અતિભારે વરસાદને કારણે અનેક વિસ્તારો પ્રભાવિત થયા છે. મુશ્કેલીની આ ઘડીમાં વહીવટી તંત્રની સાથે સાથે જનપ્રતિનિધિઓ પણ ગ્રાઉન્ડ ઝીરો પર ઉતરીને લોકોની વહારે આવ્યા છે. આ દરમિયાન ગુજરાતના ઊર્જામંત્રી કૌશિક વેકરીયાએ પોતાના મતવિસ્તાર અને અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. રાજ્યકક્ષાના મંત્રી હોવા છતાં તેમની સાદગી અને લોકાભિમુખ અભિગમનો એક અનોખો અંદાજ સામે આવ્યો છે, જેની હાલ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા થઈ રહી છે.
"ગામોમાં સભા માત્ર કાગળ પર જ થાય છે" : વંથલીમાં આ શું બોલી ગયા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા
નેતા નહીં, પણ સામાન્ય ખેડૂત બનીને પહોંચ્યા
મુલાકાત દરમિયાન ઊર્જામંત્રી કૌશિક વેકરીયા વડિયા તાલુકાના જંગર ગામે પહોંચ્યા હતા. સત્તાના કોઈ પણ જાતના ભપકા વગર, તેઓ સીધા જ એક સામાન્ય ખેડૂતની વાડીએ આવેલી ઝૂંપડીએ જઈ પહોંચ્યા હતા. તેમણે કોઈ હાઈ-પ્રોફાઈલ નેતાની જેમ નહીં, પરંતુ પરિવારના જ એક સભ્ય હોય તેમ કુદરતી આપત્તિ અને વરસાદી માહોલ વચ્ચે ખેડૂતોને પડેલી મુશ્કેલીઓ અને ગતિવિધિઓની વિગતવાર માહિતી મેળવી હતી.
દેશી બળતણ પર બનેલી ચા અને સાદગીનો અંદાજ
આ પ્રવાસ દરમિયાન મંત્રી વેકરીયાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે તેઓ ખેડૂતની વાડીમાં દેશી બળતણ (ચૂલા) પર બનેલી ગરમાગરમ ચાની ચુસ્કી લેતા નજરે પડે છે. 'નામના નહીં પણ કામના' ગણાતા કૌશિક વેકરીયાનો આ દેશી અને સરળ અંદાજ જોઈને સ્થાનિક ગ્રામજનો પણ અભિભૂત થઈ ગયા હતા.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 3 દિવસ ગુજરાત પ્રવાસે : જાણો કાર્યક્રમોનું સંપૂર્ણ શેડ્યૂલ
"સત્તાના મદમાં નહીં, પણ ખેડૂતોના હૃદયમાં બિરાજમાન"
સામાન્ય રીતે મંત્રીઓ કે મોટા ગજાના નેતાઓ પ્રોટોકોલ અને સુરક્ષાના ઘેરામાં રહેતા હોય છે, ત્યારે કૌશિક વેકરીયાએ આ તમામ સરકારી ભપકાને બાજુ પર મૂકીને સાબિત કર્યું કે તેઓ જમીન સાથે જોડાયેલા નેતા છે. સોશિયલ મીડિયા પર લોકો તેમની આ સાદગીના ભારોભાર વખાણ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે સાચો લોકસેવક એ જ છે જે જનતાના સુખ-દુઃખમાં તેમની વચ્ચે ઊભો રહે.
અસરગ્રસ્તોને આપી રાહતની ખાતરી
કૌશિક વેકરીયાએ માત્ર મુલાકાત જ ન લીધી, પરંતુ વીજ પુરવઠો વહેલી તકે પૂર્વવત કરવા અને વરસાદથી થયેલા નુકસાન અંગે તંત્રને જરૂરી તમામ પગલાં લેવા માટે સ્થળ પરથી જ સૂચનાઓ આપી હતી. મુશ્કેલીના સમયે પોતાના નેતાને આટલા નજીક અને પોતાના જેવા જ અંદાજમાં જોઈને અમરેલીના ખેડૂતોમાં પણ એક નવી આશાનો સંચાર થયો છે.






