Chinnaswamy Stadium: ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં થયેલી ભાગદોડમાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને પ્રત્યેકને 10 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરવામાં આવી છે. ઉપરાંત સમગ્ર ઘટનાની મેજિસ્ટ્રેટ તપાસના આદેશ આપવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં આ ઘટનામાં 11 લોકોના મોત થયા છે અને લગભગ 33 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
15 દિવસમાં મુખ્યમંત્રીને રિપોર્ટ સુપરત કરશે ટીમ
ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં થયેલી ભાગદોડ બાદ કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધમરૈયાએ મીડિયા સાથે વાત કરી હતી. આ દરમિયાન તેમણે ભાગદોડમાં માર્યા ગયેલા 11 લોકોના પરિવારજનોને પ્રત્યેકને 10 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે. તેમણે ઘટનાની મેજિસ્ટ્રેટ તપાસના પણ આદેશ આપ્યા છે. તપાસ ટીમ 15 દિવસમાં મુખ્યમંત્રીને પોતાનો રિપોર્ટ સુપરત કરશે. આ પછી આ મામલે આગળની કાર્યવાહી કરવામાં આવશે.
નોંધનીય છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમ પાસે થયેલી ભાગદોડ અંગે ટ્વિટ કર્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પીએમઓના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર લખ્યું છે કે બેંગલુરુમાં થયેલી દુર્ઘટના ખૂબ જ દુઃખદ છે. આ દુઃખદ ક્ષણમાં મારી સંવેદના તે બધા લોકો સાથે છે જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે. હું પ્રાર્થના કરું છું કે ઘાયલો જલ્દી સ્વસ્થ થાય.






