નર્મદા જિલ્લામાં બે ડેમ આવેલા છે. આ બંન્ને ડેમ ગુજરાતની જીવાદોરી સમાન છે. ભરૂચ નર્મદાની જીવાદોરી કરજણ ડેમનાના ઉપરવાસમાં ભારે વરસાદ પડતા કરજણ ડેમના 3 દરવાજા ખોલવામાં આવ્યા છે.

ડેમના 3 દરવાજા ખોલી, 32 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું
કરજણ ડેમની જળસપાટી 109.72 મીટર પર છે.જ્યારે ડેમનું રૂલ લેવલ 109.74 મીટર પર પહોંચતા ડેમની સુરક્ષાને ધ્યાનમાં રાખી કરજણ ડેમના 3 ગેટ ખોલી 32 હજાર ક્યુસેક પાણી કરજણ નદીમાં છોડવામાં આવ્યું છે.કરજણ ડેમમાં જળાશય 365.39 MCM જથ્થો સંગ્રહિત છે. કરજણ ડેમ 75 ટકા જેટલો ભરાઈ ગયો છે.ઉપર વાસમાંથી 32,773 ક્યુસેક પાણી સતત ચાલુ છે. જેમ પાણીની આવક થાશે તેમ તેમ પાણી છોડવામાં આવશે.






