Home Gujarat Kankaria Boating Service Resume 1 5 Year Clearance Awaited

અમદાવાદવાસીઓને આનંદો, કાંકરિયામાં ફરી બોટિંગ શરૂ થશે : હરણીકાંડ બાદ બંધ કરાયેલી બોટિંગ સેવા દોઢ વર્ષે ફરી શરૂ થશે! કમિટીનું ક્લિયરન્સ બાકી

અમદાવાદવાસીઓને આનંદો, કાંકરિયામાં ફરી બોટિંગ શરૂ થશે
Published by: OBS Bureau
Last Updated: Oct 31, 2025, 05:27 AM IST

Kankaria Boating: અમદાવાદના કાંકરિયા તળાવને લઈને મોટા સમાચાર આવ્યા છે. વડોદરાના હરણી કાંડ પછી બોટીંગ પ્રવૃત્તિ બંધ કરાયા બાદ હવે સ્ટેન્ડિંગ કમિટીએ બોટિંગ શરૂ કરવા માટે મંજૂરી આપવાની સાથે એજન્સી આમ્રપાલી ઈન્ડ.લી.ની મુદત દોઢ વર્ષ માટે લંબાવી છે. દસદિવસમાં કાંકરિયામા ફરીથી બોટીંગ શરૂ થશે એમ કમિટીના ચેરમેને થવાનો વિશ્વાસ વ્યકત કર્યો છે. પરંતુ સરકારની ગાઈડલાઈન મુજબ સબ કમિટી અને મેઈન કમિટી જયાં સુધી મંજૂરીની મહોર ના મારે ત્યાં સુધી કાંકરિયામાં બોટીંગ શરૂ થઈ શકે એમ નહીં હોવાનુ સત્તાવાર સૂત્રો દ્વારા જાણવા મળ્યુ છે. પરંતુ સત્તાવાર સૂત્રો દ્વારા જાણવા મળ્યુ છે કે સરકારની ગાઈડલાઈન મુજબ મેઈન કમિટી અને સબ કમિટી જ્યાં સુધી મંજૂરીની મહોર ના મારે ત્યાં સુધી કાંકરિયામાં બોટીંગ શરૂ થઈ શકે તેમ નથી.

હરણીકાંડ દુર્ઘટના બાદ દોઢ વર્ષથી બોટિંગ સેવા બંધ

કોરોના મહામારીના કારણે કાંકરિયા તળાવમાં ચાલતી બોટીંગ પ્રવૃત્તિ બંધ રખાયા પછી મ્યુનિસિપલ કમિશનરે 18 ડિસેમ્બર, 2025 સુધી એજન્સીની મુદત વધારવા મંજૂરી આપી હતી. વડોદરામાં થયેલ હરણીકાંડની દુર્ઘટના પછી લગભગ દોઢ વર્ષથી કાંકરિયા તળાવમાં સરકારની સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસીજર સહીતની અન્ય બાબતોના કલીયરન્સને લઈ બંધ રાખવામાં આવી હતી.

વોટર સાઈડ સેફ્ટી કમિટીની મંજૂરી મેળવવાની એજન્સીની બાંહેધરી

દેવાંગ દાણીએ કહ્યુ, 'એજન્સી દ્વારા સરકારની એસ.ઓ.પી.નુ પાલન કરવા ઉપરાંત વોટર સાઈડ સેફટી કમિટીની મંજૂરી તથા પરમીશન મેળવી આપવાની બાંહેધરી અપાતા સ્ટેન્ડિંગ કમિટીએ જેટલો સમય બોટીંગ પ્રવૃત્તિ બંધ રહી એટલો સમય મુદત વધારી આપવા નિર્ણય કર્યો.'

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
Surendranagar: ધ્રાંગધ્રાના વિરેન્દ્રગઢમાં નકલી MBBS ડોક્ટર ઝડપાયો
ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશોનો વધુ એક છબરડો
Play Video
અમદાવાદના નિકોલમાં નકલી ભૂવાનો પર્દાફાશ
Play Video
રાજકોટમાં PSI એન. કે. પંડ્યાના ફાયરિંગ કેસમાં પોલીસની તપાસ તેજ
અમદાવાદમાં પ્રેમ પ્રકરણનો ખતરનાક અંજામ