Home Gujarat Kankaria Balvatika Redevelopment Ahmedabad Inauguration Children Entertainment

અમદાવાદમાં બન્યો દેશનો પહેલો ગ્લાસ ટાવર : કાંકરિયામાં ડાયનાસોર પાર્ક, ઈલ્યુઝન હાઉસ સહિત 28 અવનવી રાઈડ્સ, શુક્રવારે CM કરશે ઉદ્ધાટન

અમદાવાદમાં બન્યો દેશનો પહેલો ગ્લાસ ટાવર
Published by: OBS Bureau
Last Updated: Jul 23, 2025, 12:09 PM IST

અમદાવાદઃ હરવા-ફરવાના શોખીન ગુજરાતીઓ માટે અમદાવાદમાં આકાર પામ્યું છે વધુ એક નવું નજરાણું. અમદાવાદમાં ભારતનો પહેલો ગ્લાસ ટાવર બનને તૈયાર છે. આ ઉપરાંત વિશાળ પરિસરમાં ફનલવર્સ અને ખાસ કરીને ચિલ્ડ્રન્સ માટે વિકસાવાઈ છે એક નવી દુનિયા. અમે વાત કરી રહ્યાં છીએ અમદાવાદના કાંકરિયા લેકની. અમદાવાદના લોકપ્રિય ટૂરિસ્ટ ડેસ્ટિનેશન કાંકરિયા લેક પરિસરમાં આવેલી બાલવાટિકા હવે નવા રંગરૂપમાં બાળમિત્ર અને આધુનિક “ફન કાર્નિવલ” બની ગઈ છે. બાળકોના મનોરંજન સાથે સાથે શૈક્ષણિક અને સર્જનાત્મક વિકાસને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવેલી નવી બાલવાટિકા 25 જુલાઈના શુક્રવાર સાંજે 6:30 વાગ્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે જાહેર જનતા માટે ખુલ્લી મુકવામાં આવશે.

28 થી વધુ અવનવી રાઇડ્સ અને એક્ટિવિટીઝઃ

નવી બાલવાટિકામાં છેક 28થી વધુ રોમાંચક અને નવિન રાઇડ્સ સાથે અનેક એક્ટિવિટીઝનો સમાવેશ કરવામાં આવ્યો છે. બાળકો અને યુવાઓ માટે અહીંનું મુખ્ય આકર્ષણ બની રહેશે:

કયા-કયા ખાસ આકર્ષણો હશે?

ડાયનાસોર પાર્ક – અવાજ અને હલનચલન સાથે જીવંત અનુભવ

સ્નોપાર્ક – નભોદર્શન અને કોસી પોષાક સાથે કૃત્રિમ હિમપ્રદેશ, ફી માત્ર ₹450

ઇલ્યુઝન હાઉસ અને ભુલભુલૈયા

વેક્સ મ્યુઝિયમ – ગુજરાતમાં સૌપ્રથમ

એડવેન્ચર રાઇડ્સ, ગો-કાર્ટ અને મડ રાઇડ

ભારતનો પહેલો ગ્લાસ ટાવર – પારદર્શક ટાવરથી નજારો

કોઈન હાઉસ, શૂહાઉસ, લેન્ડસ્કેપ ગાર્ડન અને સેલ્ફી ઝોન

ભારતનો પ્રથમ ગ્લાસ ટાવર-

બાલવાટિકાનું નવીનીકરણ કરવામાં આવતાં અલગ જ લુકમાં જોવા મળશે. એમાં અદ્યતન ડિઝાઇનવાળો એન્ટ્રી ગેટ જોવા મળશે. ગુજરાત અને ભારતમાં કોઈક જ સ્થળે ના જોવા મળે એવા મ્યુઝિયમ અને રાઇડ્સનો સમાવેશ બાલવાટિકામાં કરવામાં આવ્યો છે. ભારતમાં સૌપ્રથમ વખત ઊંચાઈ પરથી જોવા મળતો પારદર્શકતા સાથેનો ગ્લાસ ટાવર, ગુજરાતમાં સૌપ્રથમ વખત વેક્સ મ્યુઝિયમ પણ બનાવવામાં આવ્યું છે. બાલવાટિકામાં નાનાં બાળકોથી લઇ મોટા લોકોને પણ મનોરંજન મળી રહેશે. સેલ્ફીઝોનથી લઈને અલગ અલગ મ્યુઝિયમ, એડવેન્ચર રાઈડ વગેરે બાલવાટિકામાં જોવા મળશે.

ટિકિટ અને ફી વિગતો-

પ્રવેશ ફી: ₹50 (બાળકો અને પુખ્તો – બંને માટે)

દરેક રાઇડ માટે અલગ-અલગ ફી રહેશે

કેટલાક ઝોન (જેમ કે સેલ્ફી ઝોન, કાચનું ઘર, લેન્ડસ્કેપ ગાર્ડન) માટે કોઈ ફી નહીં

₹22 કરોડના ખર્ચે તૈયાર કરાયું આધુનિક કૃતિસ્થળ-

વર્ષ 1956માં સ્થાપિત બાલવાટિકા હવે સંપૂર્ણ રીડેવલપ કરીને નવી પેઢીને આકર્ષવા માટે તૈયાર થઈ છે. પબ્લિક-પ્રાઈવેટ પાર્ટનરશીપ (PPP) મોડલ હેઠળ રીફર્બિશમેન્ટ કરવામાં આવ્યું છે, જેમાં ₹22 કરોડનો ખર્ચ આંકવામાં આવ્યો છે. હવે આ સ્થળ માત્ર બાળકો માટે મનોરંજન પૂરતું નહીં, પણ પરિવાર માટે એક સમગ્ર દિવસની યાત્રા બની શકે તેવાં સુવિધાઓ સાથે સજ્જ છે.

સુરક્ષા અને નિયમોનુ પાલન-

રાજકોટ ગેમઝોન દુર્ઘટનાને ધ્યાનમાં રાખી તમામ રાઇડ્સ અને સુવિધાઓ માટે કડક લાઇસન્સ અને સુરક્ષા મંજૂરીઓ લેવામાં આવી છે.

શહેરના હ્રદયમાં – નવા જમાના માટેનું “ફન ડેસ્ટિનેશન”

કાંકરિયાની નવી બાલવાટિકા માત્ર બાળકોથી લઈ યુવાનો સુધી દરેક માટે મનોરંજન, શીખવાનો અનુભવ અને એડવેન્ચરનો પરિચય કરાવતું લોકપ્રિય કેન્દ્ર બનવા માટે તૈયાર છે. આ ઉનાળાની છુટ્ટીઓમાં આપના પરિવાર સાથે સમય વિતાવવા માટે આ સૌથી ઉત્તમ સ્થાન બની શકે છે. ટિકિટ અને ટાઈમિંગ વિશે વધુ માહિતી માટે મુલાકાત લો: www.kankariafunzone.com

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now