નેશનલ હાઈવે 48 પર સુરત નજીક આવેલા તાપી નદી પરના બ્રિજને છેલ્લા બે વર્ષથી લોખંડની પ્લેટો પર ટકાવી રાખવામાં આવ્યો હતો. હવે ગંભીરા બ્રિજ દુર્ઘટના પછી તંત્ર એક્શનમાં આવ્યું છે અને તાપી બ્રિજના એક ભાગને 10 ઓગસ્ટ સુધી માટે વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે.
ગંભીરા બ્રિજની અસર પછી તંત્ર સતર્ક થયું:
ભરૂચ નજીક બનેલી ગંભીરા બ્રિજ દુર્ઘટનાને ધ્યાનમાં લઈને તંત્રએ તાત્કાલિક પગલાં ભર્યા છે. તાપી બ્રિજના ખતરના ભાગ પર ટ્રાફિક બંધ કરીને વાહનચાલકો માટે નવા વિકલ્પના માર્ગ જાહેર કરાયા છે.
ભરૂચથી સુરત આવનારા વાહનચાલકો માટે રૂટ બદલાયો:
ભરૂચ તરફથી આવતા વાહનોને હવે કીમથી વળાંક લેવાનું રહેશે અને વડોદરા-મુંબઈ એક્સપ્રેસવે દ્વારા આગળ વધવું પડશે. કીમથી એક્સપ્રેસવે પર ચઢ્યા બાદ પલસાણા તાલુકાના એના ગામ નજીક ઉતરીને એનએચ-48 સાથે ફરીથી જોડાઈ શકાય છે.
સુરતથી ભરૂચ જતા વાહનોએ હાલનો માર્ગ જ વાપરવો:
સુરતથી ભરૂચ તરફ જતા વાહનો માટે તાપી બ્રિજનો જમણો ભાગ ચાલુ રહેશે. તેથી તેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
ડાયવર્ઝન અને કનેક્ટિવિટી વિગતવાર રૂપરેખા:
તંત્રની સૂચનાઓ:
વાહનચાલકોને સલામતીના હેતુથી આ ડાયવર્ઝનને અનુસરવાની વિનંતી છે. ખાસ કરીને ભારે વાહનોને એક્સપ્રેસવે અને કનેક્ટિવિટી પર નિયમોનું પાલન કરવા તેમજ દિશાસૂચક ફલકનો અનુસરો કરવા માટે જણાવવામાં આવ્યું છે.




