રાજકોટના કાગશીયાળી નજીક હકુભા ચોક પર સર્જાયેલા ગંભીર માર્ગ અકસ્માતમાં એક્ટિવા ચાલક ઇજાગ્રસ્ત બન્યો હોવાનું સામે આવ્યું છે. પુરઝડપે આવી રહેલી સ્વીફ્ટ કારએ બાઈકચાલકને હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો જોરદાર હતો કે એક્ટિવા બાઈકને ભારે નુકસાન પહોંચ્યું હતું, જ્યારે ચાલક રોડ પર ફંગોળાઈ ગયો હતો.
ઘટના બાદ આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હાલ ઇજાગ્રસ્તની સારવાર ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે.
ગીરમાં શિકાર કરતાં સિંહ-સિંહણના Live દ્રશ્યો: પ્રવાસીઓના જીવ તાળવે ચોંટ્યા!
અકસ્માતની સમગ્ર ઘટના CCTV માં કેદ
હકુભા ચોક પર સર્જાયેલો આ અકસ્માત નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થયો હતો. સામે આવેલા વીડિયોમાં પુરઝડપે આવી રહેલી સ્વીફ્ટ કાર અચાનક બાઈક સાથે અથડાતી જોવા મળી રહી છે. ટક્કર બાદ એક્ટિવા બાઈકનો આગળનો ભાગ સંપૂર્ણ રીતે નુકસાનગ્રસ્ત બન્યો હતો.
સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ અકસ્માત સમયે કારની ગતિ ખૂબ વધુ હતી. ટક્કરનો અવાજ સંભળાતા આસપાસના લોકો ઘટનાસ્થળે ભેગા થઈ ગયા હતા. ઘટનાને કારણે થોડા સમય માટે વિસ્તારમાં ટ્રાફિક જામ જેવી સ્થિતિ પણ સર્જાઈ હતી.
પોલીસ દ્વારા તપાસ શરૂ
અકસ્માતની જાણ થતાં પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. CCTV ફૂટેજના આધારે અકસ્માત કેવી રીતે સર્જાયો અને તેમાં કોણ જવાબદાર હતું તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.
પ્રાથમિક માહિતી મુજબ બાઈકચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું કહેવાઈ રહ્યું છે. જોકે તબીબી સારવાર બાદ તેની હાલત અંગે વધુ માહિતી સામે આવશે.
ખુશીનો માહોલ ક્ષણવારમાં થયો ‘લોહીલુહાણ’: બે જૂથ વચ્ચે પથ્થરમારો થતા ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું, અત્યંત તણાવપૂર્ણ સ્થિતિ





