Home Gujarat Kadi Visavad Seat By Election Four Parties Will Contest

કડી, વિસાવદર બેઠક પર પેટા ચૂંટણીમાં ચાર પાંખિયો જંગ! : જાણો કઇ પાર્ટીએ કોને ટિકિટ આપી

કડી, વિસાવદર બેઠક પર પેટા ચૂંટણીમાં ચાર પાંખિયો જંગ!
Published by: OBS Bureau
Last Updated: Jun 02, 2025, 01:04 PM IST
  • ગુજરાતમાં ખાલી પડેલી બે વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે. જે ચૂંટણીને લઈ રાજકીય પક્ષોએ પોતાના જીતના આશાવાદને ફળીફૂત કરી શકે તેવા મજબૂત ઉમેદવારોને ચૂંટણી જંગમાં ઉતાર્યા છે. ત્યારે કડી અને વિસાવદર બેઠક પર ભાજપ, કોંગ્રેસ, આપ અને શંકરસિંહ વાઘેલાના પક્ષ પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીએ પોત પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી ચૂંટણી જંગ જાહેર કર્યું છે. ત્યારે જાણીએ કઇ પાર્ટીએ કોને ટિકિટ આપી છે

    કડી બેઠક પર  જાણો કઇ પાર્ટીએ કોને ટિકિટ આપી
    ભાજપ - રાજેન્દ્ર ચાવડા
    કોંગ્રેસ - રમેશ ચાવડા
    આપ - જગદીશ ચાવડા
    પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી - ડૉ.ગિરીશ કાપડિયા
    કરશન સોલંકીનું અવસાન થતાં કડી બેઠક ખાલી પડી હતી
    કડી વિધાનસભા બેઠકની વાત કરીએ તો વર્ષ 2022માં યોજાયેલી ચૂંટણીમાં ભાજપના કરશન સોલંકીનો જંગી બહુમતીથી વિજયો થયો હતો. તેમણે કોંગ્રેસના ઉમેદવાર પ્રવિણ પરમાર સામે 28192 મતોથી જીત મેળવી હતી. પ્રવિણ પરમારને 78,858 મત મળ્યા હતા. જો કે, ગત ફેબ્રુઆરી 2025માં કરસન સોલંકીનું અવસાન થતાં કડી બેઠક ખાલી પડી હતી. જો કે, આ વખતે ચાર પાંખિયો જંગ જામતા રાજકીય નિષ્ણાંતોનું ગણિત પણ વિચારોની વમળમાં મુકાઈ ગયું છે. જો કે, 23 જૂન રોજ મતગણતરીના દિવસે કોનં પલડું ભારે રહ્યું તે જોવું રહ્યું.
    વિસાવદર બેઠક પર પણ ચાર પાંખિયો જંગ
    ભાજપ - કિરીટ પટેલ
    કોંગ્રેસ - નીતિન રાણપરીયા
    આપ - ગોપાલ ઈટાલિયા
    પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી - કિશોર કાનકડ
    વિસાવદર બેઠકનો મામલો કોર્ટ સુધી પહોંચ્યો હતો
    વિસાવદર બેઠક પર પેટા ચૂંટણીમાં અપક્ષ સિવાયની વાત કરીએ તો ચાર પાખિયો ચૂંટણી જંગ છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી તેમજ પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી વચ્ચે ચૂંટણી જંગ જામવાનો છે. જો કે, આ બેઠક વિશે વાત કરીએ તો વર્ષ 2022ની ચૂંટણીમાં વિસાવદર બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ભૂપત ભાયાણીની જીત થઈ હતી. જો કે, સમય જતા તેમણે રાજીનામું ધરી દીધું હતું અને ભાજપનો ખેસ ધારણ કરતા આ બેઠક ખાલી પડી હતી. જો કે, મામલો અહીં જ ન અટક્યો, કારણ કે, હર્ષદ રીબડિયા અને અન્ય હારેલા ઉમેદવારોએ કોર્ટમાં અરજી કરી હતી. જે અરજીઓ ભૂપત ભાયણીની જીતને પડકારી હતી. કોર્ટમાં મામલો ગયો હોવાથી લોકસભા વખતે પણ આ ખાલી પડેલી પેટા ચૂંટણી યોજાઈ શકી ન હોતી. જો કે, જે અરજીઓ આખરે પાછી ખેંચાતા આ બેઠકની પેટા ચૂંટણી જાહેર થઈ છે
    ક્યારે મતદાન અને મતગણતરી ?
    19 જૂનના કડી, વિસાવદરમાં પેટાચૂંટણી મતદાન
    23 જૂન બંને બેઠક પર મત ગતણરી હાથ ધરાશે

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now