Home Business June 2026 Bank Holiday List India Rbi Calendar

Bank Holiday; જૂન 2026 માં બેંકો 11 દિવસ બંધ રહેશે : બેંકિંગ કામ હોય તો અગાઉથી કરી લો આયોજન

બેન્ક હોલિડે દર્શવાતું દ્રશ્ય
Image Credit: google
Published by: Chintan Chavda
Last Updated: May 31, 2026, 01:40 AM IST

જૂન મહિનો શરૂ થવા જઈ રહ્યો છે અને જો તમારે બેંકિંગ સંબંધિત કોઈ મહત્વપૂર્ણ કામ પૂર્ણ કરવાનું હોય તો આ માહિતી તમારા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના હોલિડે કેલેન્ડર મુજબ જૂન 2026 દરમિયાન દેશભરમાં બેંકો કુલ 11 દિવસ બંધ રહેશે. જોકે, તેમાં મોટાભાગની રજાઓ રાજ્ય-વિશિષ્ટ અથવા પ્રાદેશિક તહેવારોને લગતી હોવાથી તમામ રાજ્યોમાં એકસાથે બેંકિંગ કામગીરી પ્રભાવિત નહીં થાય.

જૂન મહિનામાં મોહરમ એકમાત્ર એવો મુખ્ય તહેવાર છે જેના કારણે દેશના મોટા ભાગના વિસ્તારોમાં બેંકોમાં રજા રહેશે. આ ઉપરાંત વિવિધ રાજ્યોમાં સ્થાનિક તહેવારો અને સ્મૃતિદિવસોને કારણે પણ બેંક શાખાઓ બંધ રહેશે.

સાપ્તાહિક રજાઓને કારણે 6 દિવસ બેંકો બંધ

RBI ના નિયમો અનુસાર તમામ જાહેર અને ખાનગી બેંકો દર રવિવારે તેમજ મહિનાના બીજા અને ચોથા શનિવારે બંધ રહે છે. જૂન 2026 માં 7, 14, 21 અને 28 જૂનના રોજ રવિવારની રજા રહેશે.

તે ઉપરાંત 13 જૂનના બીજા શનિવારે અને 27 જૂનના ચોથા શનિવારે પણ દેશભરની બેંકો બંધ રહેશે. આમ માત્ર સાપ્તાહિક રજાઓને કારણે જ કુલ 6 દિવસ બેંકિંગ કામગીરી શાખા સ્તરે બંધ રહેશે.

આ પણ વાંચો: મસ્જિદ અને મંદિરનું કરાયું ડિમોલિશન : ઈન્ટરનેટ સેવા બંધ કરવાનો નિર્ણય, જાણો ક્યાં સુઘી બંધ રહેશે સેવા

જૂનમાં વિવિધ રાજ્યોમાં આ તારીખે રહેશે રજાઓ

જૂન મહિનામાં કેટલીક રજાઓ ચોક્કસ રાજ્યો માટે જ લાગુ પડશે.

15 જૂનના રોજ મિઝોરમમાં YMA દિવસ અને ઓડિશામાં રાજા સંક્રાંતિ નિમિત્તે બેંકો બંધ રહેશે. 17 જૂને મહારાણા પ્રતાપ જયંતિના અવસરે હરિયાણા, હિમાચલ પ્રદેશ અને રાજસ્થાનમાં બેંક રજા જાહેર કરવામાં આવી છે.

25 જૂને આંધ્રપ્રદેશમાં મોહરમ નિમિત્તે બેંકો બંધ રહેશે. જ્યારે 26 જૂને મોહરમ (યૌમ-એ-શહાદત)ના અવસરે દેશના મોટાભાગના રાજ્યોમાં બેંકોમાં રજા રહેશે. જોકે ગુજરાત, ઓડિશા, ચંદીગઢ, ઉત્તરાખંડ, સિક્કિમ, આસામ, મણિપુર, રાજસ્થાન, કેરળ, ગોવા અને આંધ્રપ્રદેશ જેવા કેટલાક રાજ્યોમાં બેંકિંગ કામગીરી યથાવત રહી શકે છે.

29 જૂને હિમાચલ પ્રદેશમાં સંત ગુરુ કબીર જયંતિના અવસરે બેંકો બંધ રહેશે. જ્યારે 30 જૂને મિઝોરમમાં રેમન્ની નિમિત્તે બેંક રજા રહેશે.

આ પણ વાંચો: 6 વર્ષ બાદ ફરી તાજમહેલ પહોંચ્યો ટ્રમ્પ પરિવાર : તાજમહેલ જોઈ ટિફની ટ્રમ્પ થઈ મંત્રમુગ્ધ, પતિ સાથે કરાવ્યું ખાસ ફોટોશૂટ

જૂન 2026ની મુખ્ય બેંક રજાઓ

7 જૂન – રવિવાર

13 જૂન – બીજો શનિવાર

14 જૂન – રવિવાર

15 જૂન – YMA દિવસ (મિઝોરમ), રાજા સંક્રાંતિ (ઓડિશા)

17 જૂન – મહારાણા પ્રતાપ જયંતિ (હરિયાણા, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન)

21 જૂન – રવિવાર

25 જૂન – મોહરમ (આંધ્રપ્રદેશ)

26 જૂન – મોહરમ (દેશના મોટાભાગના રાજ્યોમાં)

27 જૂન – ચોથો શનિવાર

28 જૂન – રવિવાર

29 જૂન – સંત ગુરુ કબીર જયંતિ (હિમાચલ પ્રદેશ)

30 જૂન – રેમન્ની (મિઝોરમ)

આ પણ વાંચો: 15 રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ : 90 કિમીની ઝડપે પવન ફૂંકાવાની આગાહી, જાણો તમારા રાજ્યની સ્થિતિ

બેંક શાખા બંધ છતાં ડિજિટલ સેવાઓ ચાલુ રહેશે

બેંક રજાઓ દરમિયાન શાખાઓમાં સીધી સેવા ઉપલબ્ધ નહીં હોય, પરંતુ ડિજિટલ બેંકિંગ સેવાઓ પર તેની કોઈ અસર નહીં થાય. ગ્રાહકો ATM, UPI, મોબાઇલ બેંકિંગ, ઇન્ટરનેટ બેંકિંગ અને અન્ય ઓનલાઈન સેવાઓનો ઉપયોગ સામાન્ય દિવસોની જેમ કરી શકશે.

જો કે ચેક ક્લિયરન્સ, રોકડ જમા, ડિમાન્ડ ડ્રાફ્ટ, પાસબુક અપડેટ અને નવા ખાતા ખોલવા જેવી શાખા આધારિત સેવાઓ રજાના દિવસોમાં ઉપલબ્ધ રહેશે નહીં. તેથી જરૂરી બેંકિંગ કામ અગાઉથી પૂર્ણ કરવાની સલાહ આપવામાં આવે છે.

સ્થાનિક રજાઓનું લિસ્ટ ચકાસવું જરૂરી

બેંક રજાઓ રાજ્યવાર અલગ હોઈ શકે છે. તેથી ગ્રાહકોએ પોતાની સ્થાનિક બેંક શાખા અથવા RBIના સત્તાવાર હોલિડે કેલેન્ડર મુજબ રજાઓની માહિતી ચકાસી લેવી જોઈએ. કેટલીક વખત સ્થાનિક તહેવારો, વહીવટી નિર્ણય અથવા અન્ય કારણોસર રજાઓમાં ફેરફાર પણ થઈ શકે છે.

ખાસ કરીને વેપારીઓ, ઉદ્યોગકારો, વિદ્યાર્થીઓ અને નિયમિત બેંકિંગ વ્યવહારો કરતા ગ્રાહકો માટે અગાઉથી આયોજન કરવું લાભદાયી રહેશે જેથી કોઈ પ્રકારની અસુવિધાનો સામનો ન કરવો પડે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now