જુનાગઢમાં ભાજપના બે નેતા વચ્ચે લેટર વૉર શરૂ થયો છે, જેના પગલે જિલ્લાનું રાજકારણ ગરમાયું છે. વાત એવી છે કે, MLA સંજય કોરડીયાએ મનપાના કામોમાં થયેલ ગેરરીતિ અંગે જાણકારી આપવા લોકોને અપીલ કરી છે, તો બીજી તરફ જુનાગઢ સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન હરેશ પરસાણએ પણ પત્ર લખી પતિક્રિયા આપી છે.
MLA સંજય કોરડીયા લેટરમાં શું લખ્યું?
સંજય કોરડીયાએ કહ્યું કે, આપેલા વચનો પૂરા કરવા પ્રયત્નો પૂરતા કરીશું, કામ 100% પણ થાય કોશિસ જરૂર કરીશું, ફેસબુક અને વોટ્સએપ માધ્યમથી જાહેર જનતાએ જૂનાગઢની સ્થિતિને લઈ અનેક ટીપણી કરી રહ્યા છે. જો કે, કોઈ રસ્તા ગટરના કામોમાં ભ્રષ્ટાચાર થયો હોય તો જણાવવા અપીલ કરી છે.
હરેશ પરસાણાએ પત્રમાં શું લખ્યું?
સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન હરેશ પરસાણાએ પત્રમાં લખ્યું કે, ''આવા પત્રોથી BJPની છબી ખરડાતી હોય છે. આ પત્રથી કોંગ્રેસ અને AAP પાર્ટીને બીજેપી વિરુદ્ધ બોલવાનો મોકો મળ્યો છે. ધારાસભ્ય ખુદ 15 વર્ષથી મનપાના હોદ્દેદાર હોય બધું જ જાણે છે, છતાં આવા પત્ર લખી માહિતી માંગવાની શું જરૂર. આ પત્રથી ભાજપની છબીને નુકસાન પહોંચ્યું છે. કારણ કે મનપામાં બીજેપીનું શાસન છે. આ સમયની માહિતી માંગી બીજેપી નેતાઓ પર વિપક્ષને બોલવાનો મુદ્દો મળ્યો છે''
લલિત વસોયાના આક્ષેપ
લલિત વસોયાએ કહ્યું કે, ''પરસાણાએ ધારાસભ્યની હોટલ પાસે થતો ભ્રષ્ટાચાર ખુલ્લો પાડ્યો છે, હાલમાં જ અહીં ગટરના કામો થયા બાદ થયેલ પેચવર્કમાં પણ ભ્રષ્ટાચાર થયો છે. થોડા દિવસોમાં પેચવર્ક પણ તૂટવા લાગ્યું છે''
ઉમરેઠ વિધાનસભા પેટાચૂંટણીમાં ગરમાયો માહોલ: ભાજપના બે ઉમેદવાર સહિત ત્રણ નામો મેદાનમાં, ઉમેદવારી પ્રક્રિયા તેજ






