Home Gujarat Junagadh Juna Akhada New President Hariharanand Bharati Bapu

જૂનાગઢ જૂના અખાડાને મળ્યા નવા અધ્યક્ષ : મહામંડલેશ્વર હરિહરાનંદભારતી બાપુને સોંપાઈ મહત્વપૂર્ણ જવાબદારી

Junagadh News
Published by: Viral Patel
Last Updated: Jun 02, 2026, 11:52 AM IST

Junagadh News: જૂનાગઢ ભારતી આશ્રમના સ્થાપક અને જૂના અખાડાના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ મહામંડલેશ્વર વિશ્વંભરભારતી બાપુ બ્રહ્મલીન થયા બાદ, જૂનાગઢ જૂના અખાડાના અધ્યક્ષ તરીકેનું મહત્વનું પદ છેલ્લા ઘણા સમયથી ખાલી પડ્યું હતું. આ ખાલી પડેલા સર્વોચ્ચ પદને ભરવા માટે લાંબા સમયથી સંતો અને શ્રદ્ધાળુઓમાં રાહ જોવાઈ રહી હતી, જેનો આખરે સુખદ અંત આવ્યો છે. નાસિક ખાતે જૂના અખાડાના વરિષ્ઠ સાધુ-સંતો અને પદાધિકારીઓની એક અગત્યની બેઠક યોજાઈ હતી, જેમાં સર્વાનુમતે જૂનાગઢ જૂના અખાડાના નવા અધ્યક્ષ તરીકે ૧૦૦૮ મહામંડલેશ્વર હરિહરાનંદભારતી બાપુની વિધિવત નિયુક્તિ કરવામાં આવી છે.

અમદાવાદના 77% વિસ્તારમાં સતત 70 dBથી વધુ નોઈસ : શું તમારો વિસ્તાર પણ સાઉન્ડ ટ્રેપમાં છે?

નાસિકમાં આયોજિત આ ગરિમાપૂર્ણ ધાર્મિક વિધિ અને પદગ્રહણ કાર્યક્રમમાં જૂના અખાડાના ટોચના અને વરિષ્ઠ સંતો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં શ્રી પંચ દશનામ જૂના અખાડાના સંરક્ષક મંત્રી મહંત હરિ ગિરિજી મહારાજ, જૂના અખાડાના સભાપતિ શ્રી મહંત પ્રેમ ગિરિજી મહારાજ, તેમજ શ્રી મહંત મોહન ભારતીજી વિશેષ રૂપે હાજર રહ્યા હતા. શ્રી પંચ દશનામ જૂના અખાડાના સભાપતિ સહિતના તમામ ઉચ્ચ પદાધિકારીઓ અને અગ્રણી સાધુ-સંતોની પ્રેરક ઉપસ્થિતિમાં શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે મહામંડલેશ્વર હરિહરાનંદભારતી બાપુને ચાદર ઓઢાડીને અખાડાની પરંપરા મુજબ આ જવાબદારી સોંપવામાં આવી હતી.

સુરતીઓ માટે ખુશખબર! : અમદાવાદ-મુંબઈના ધક્કા બંધ, 3 જૂનથી ફરી શરૂ થઈ રહી છે સુરત-દુબઈ ડાયરેક્ટ ફ્લાઈટ

આ ભવ્ય નિયુક્તિને પગલે જૂનાગઢના ભારતી આશ્રમ અને સમગ્ર અખાડા પરિવારમાં ભારે હર્ષની લાગણી વ્યાપી ગઈ છે. અખાડાના તમામ પદાધિકારીઓએ નવા નિયુક્ત થયેલા અધ્યક્ષ હરિહરાનંદભારતી બાપુને શુભકામનાઓ પાઠવી હતી અને આશા વ્યક્ત કરી હતી કે તેમના માર્ગદર્શન હેઠળ આશ્રમ અને અખાડાની સનાતન ધર્મની પરંપરાઓ વધુ વેગવંતી બનશે. સંતોની આ ભવ્ય ઉપસ્થિતિમાં લેવાયેલા આ નિર્ણયથી જૂનાગઢના ધાર્મિક જગતમાં એક નવો અધ્યાય શરૂ થયો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now