Home Gujarat Journalists Arrested For Demanding Illegal Extortion In Surat

સુરતમાં ગેરકાયદેસર ખંડણી માંગતા પત્રકારોની કરાઈ ધરપકડ : ફેક્ટરીમા બાળમજૂરીના નામે રૂ. 5100ની ખંડણી માંગી હતી

સુરતમાં ગેરકાયદેસર ખંડણી માંગતા પત્રકારોની કરાઈ ધરપકડ
Published by: OBS Bureau
Last Updated: Aug 28, 2025, 12:40 PM IST

સુરતમાં વધુ એક નકલી પત્રકાર બની ગેરકાયદેસર રીતે ખંડણી માંગતી ટોળકીની પોલીસે ધરપકડ કરી છે. આ ટોળકી ફેકટરીમાં કામ કરતી મહિલા પોતાના બાળકને સાથે લઈ ગઈ હતી.આ દરમિયાન આરોપીઓએ મોબાઈલમાં મહિલા તથા બાળકના વીડિયો બનાવ્યા હતા.

સુરતમાં ગેરકાયદેસર ખંડણી માંગતા પત્રકારોની કરાઈ ધરપકડ

નકલી પત્રકારોએ મહિલાનો સંપર્ક કરી પ્રેસ રિપોર્ટની ઓળખ આપી જણાવ્યું કે, તમારી ફેક્ટરીમા બાળમજૂરોને કામે રાખો છો. તેથી આ વિડીયો ચેનલમાં નહી ચડાવા માટે આરોપીઓએ 5100 રૂપિયાની ખંડણી માંગી હતી.જો ખંડણી નહીં આપતો તમારે ધંધો કરવો મુશ્કેલ થઈ જશે તેવું કહી ફરિયાદીને ડરાવી ધમકાવી દબાણ કરી તેમના પાસેથી ઓનલાઈન ખંડણી પેટે રૂપિયા.5100 પડાવી લીધા હતા. જેને લઈ મહિલાએ ઉધના પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.

ફેક્ટરીમા બાળમજૂરીના નામે 5100ની માંગી હતી ખંડણી

ઘટનાની ગંભીરતા સમજી પોલીસે બાતમીના આધારે આરોપી સુરજ સિંઘ, વિરેન્દ્ર રાજપુત તથા મનોજકુમાર તથા રવિશંકર શર્માની ધરપકડ કરી હતી. પોલીસે તમામ આરોપીઓની સુરત શહેરમાંથી ધરપકડ કરી હતી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now