Home Business Jio New Year Welcome Plan 200 Days Validity Unlimited 5g Data

Jio યુઝર્સ માટે લાવ્યું શાનદાર પ્લાન : અનલિમિટેડ ડેટા સાથે મળશે 2000થી વધુના કૂપન!

Jio યુઝર્સ માટે લાવ્યું શાનદાર પ્લાન
Published by: OBS Bureau
Last Updated: Dec 12, 2024, 06:35 AM IST

Jio New Year Welcome Plan: જો તમે પણ Jio યુઝર છો, તો કંપની તમારા માટે એક નવો પ્રીપેડ રિચાર્જ પ્લાન લાવી છે, જેનું નામ છે “ન્યુ યર વેલકમ” પ્લાન. હા, આ પ્લાનની કિંમત 2025 રૂપિયા છે અને આ શાનદાર પ્લાનમાં તમને 200 દિવસની લાંબી વેલિડિટી મળી રહી છે, જેમાં તમને દરરોજ 2.5 GB 4G ડેટા, અનલિમિટેડ 5G ડેટા, અનલિમિટેડ કોલિંગ અને 100 SMSની સુવિધા મળી રહી છે. આ ઉપરાંત પ્લાનમાં કંપની Ajio અને Swiggy જેવા પાર્ટનર્સ પાસેથી 2025 રૂપિયાના વધારાના લાભો પણ આપી રહી છે. ચાલો તેના વિશે વિગતવાર જાણીએ.


અનલિમિટેડ ડેટા!

Jioના આ નવા ન્યુ યર વેલકમ પ્લાનમાં કુલ 500 GB 4G ડેટા અને અનલિમિટેડ 5G ડેટા મળી રહ્યા છે. આ ઓફર 11 ડિસેમ્બર 2024થી 11 જાન્યુઆરી 2025 સુધી વેલિડ રહેશે. એક્ટિવ પ્લાન ધરાવતા યુઝર તેને તેમના હાલના પ્લાનમાં એડ પર શકે છે. હાલમાં ચાલી રહેલ પ્લાન સમાપ્ત થતાંની સાથે જ તે સક્રિય થઈ જશે. આ પ્લાન પહેલેથી જ MyJio એપ પર લાઇવ છે, જે અન્ય ઓનલાઈન રિચાર્જ પ્લેટફોર્મની સરખામણીમાં કોઈપણ પ્લેટફોર્મ ફી વસૂલતું નથી.


તમને ઘણા ફ્રી કૂપન્સ મળશે

આ પ્લાનમાં 500 રૂપિયાનું Ajio કૂપન પણ આપવામાં આવી રહ્યું છે, જેનો ઉપયોગ તમે 2,999 રૂપિયાના મિનિમમ ઓર્ડર વેલ્યુ પર કરી શકો છો. આ ઉપરાંત યુઝરને 1,500 રૂપિયાનું EaseMyTrip કૂપન પણ મળી રહ્યું છે, જે ફ્લાઇટ ટિકિટ પર રિડીમ કરી શકાય છે અને 150 રૂપિયાનું કૂપન, જે 499 રૂપિયાથી વધુના ઓર્ડર પર રિડીમ કરી શકાય છે.


અનલિમિટેડ 5G ઍક્સેસ

કંપની આ પ્લાનમાં અમર્યાદિત 5G એક્સેસ ઓફર કરી રહી છે, જે Jioના સૌથી સસ્તું માસિક રિચાર્જ પ્લાનની સરખામણીમાં, ન્યૂ યર વેલકમ પ્લાન વધુ સસ્તું વિકલ્પ લાગે છે અને એકંદરે 450 રૂપિયાથી સસ્તું છે. જો તમારું Jio રિચાર્જ ટૂંક સમયમાં સમાપ્ત થવાનું છે, તો આ એક સરસ પ્લાન છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now