દેવઘરના બાબા ધામ નગરીમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. મોહનપુર પોલીસ સ્ટેશન વિસ્તારના જામુનિયામાં બાબા નગરીથી બાસુકીનાથ જઈ રહેલી કાવડીઓથી ભરેલી બસ LPG સિલિન્ડર ભરેલા ટ્રક સાથે અથડાઈ. આ ટક્કર એટલી ગંભીર હતી કે 6 કાવડીઓના ઘટનાસ્થળે જ મોત થયા. આ અકસ્માત અંગે ભાજપના સાંસદ ડૉ. નિશિકાંત દુબેએ પોતાની પોસ્ટમાં જણાવ્યું હતું કે ''દેવઘરમાં શ્રાવણ મહિનામાં કાવડ યાત્રા દરમિયાન બસ અને ટ્રકના અકસ્માતમાં 18 શ્રદ્ધાળુઓના મોત થયા છે. મારી લોકસભાના દેવઘરમાં શ્રાવણ મહિનામાં કાવડ યાત્રા દરમિયાન બસ અને ટ્રકના અકસ્માતમાં 18 શ્રદ્ધાળુઓના મોત થયા છે. બાબા વૈદ્યનાથ જી તેમના પરિવારોને દુઃખ સહન કરવાની શક્તિ આપે''.
બસનું કચ્ચરઘાણ
ઘાયલોને સારવાર માટે સદર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પ્રાથમિક સારવાર બાદ બધાને વધુ સારવાર માટે દેવઘર એઈમ્સમાં રિફર કરવામાં આવ્યા છે. અકસ્માતમાં ઘાયલ થયેલા ભક્તોના જણાવ્યા અનુસાર, શ્રાવણી મેળાના ત્રીજા સોમવારે દેવઘરમાં બાબા વૈદ્યનાથને પાણી ચઢાવ્યા પછી મંગળવારે વહેલી સવારે બસ દ્વારા બાસુકીનાથ જઈ રહ્યા હતા. તે દરમિયાન, રસ્તામાં એક અનિયંત્રિત ટ્રક અને બસ વચ્ચે જોરદાર ટક્કર થઈ. ટક્કર એટલી ગંભીર હતી કે બસનું કચ્ચરઘાણ થઈ ગયો. ઘટના બાદ ઘટનાસ્થળે ભારે હોબાળો મચી ગયો હતો. સ્થાનિક લોકો અને પોલીસે બચાવ કાર્ય શરૂ કર્યું હતું. સદર એસડીઓ રવિ કુમારે જણાવ્યું હતું કે, 'સવારે 4-5 વાગ્યાની વચ્ચે અમને માહિતી મળી હતી કે દેવઘરથી બાસુકીનાથ જઈ રહેલી 32 સીટર બસ નિયંત્રણ બહાર ગઈ અને એક ટ્રક સાથે અથડાઈ, પછી સંતુલન ગુમાવ્યું અને ઈંટો સાથે અથડાઈ.'
6ના મોત 30થી વધુ ઘાયલ
આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 6 કાવડિયાઓના મોત થયા છે અને 30 થી વધુ ઘાયલ થયા છે. ઘાયલોને સદર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મૃતકો અને ઘાયલ થયેલા બધા કાવડિયા બિહારના બેતિયા અને ગયાના રહેવાસી હોવાની વિગતો છે. શ્રાવણી મેળાને કારણે ઝારખંડના પ્રખ્યાત બાબા વૈદ્યનાથ ધામમાં દરરોજ લાખો ભક્તો દર્શન કરી રહ્યા છે. ઝારખંડ, બિહાર, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ અને દેશ-વિદેશથી શ્રાવણ મહિનામાં ભક્તો બાબાની પૂજા કરવા આવે છે. દેવઘરમાં આવતા મોટાભાગના ભક્તો બાસુકીનાથના દર્શન પણ કરે છે. આ કારણે રસ્તામાં ઘણી ભીડ હોય છે.
મૃતકોના નામ
1. દુર્ગાવતી દેવી, બિહાર
2. સાંતા દેવી, બિહાર
3. સુમન કુમારી, બિહાર
4. જાનકી દેવી, બિહાર
5. પીયૂષ કુમાર, બિહાર
6. સુભાષ તુરી, (બસ ડ્રાઈવર), દેવઘર.






