Home National Jhansi Folk Singer Lovely Kushwaha Suspicious Death Police Investigation Updates

યુપીના ઝાંસીમાં જાણિતી લોકગાયિકા સાથે અત્યંત ક્રૂરતા : હાથ-પગ કપાયેલી હાલતમાં મળ્યો મૃતદેહ, ઘટનાસ્થળેથી દારૂની બોટલો મળી

Lovely Kushwaha Case
Published by: Nirali Gohil
Last Updated: May 09, 2026, 04:15 AM IST

Lovely Kushwaha Case: ઉત્તર પ્રદેશના ઝાંસી જિલ્લાના બંગરા વિસ્તારના પઠાકરકા ગામમાં શુક્રવારે સવારે એક અત્યંત ચોંકાવનારી અને હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. જાણીતા બુંદેલી લોકગાયિકા લાડકુંવર કુશવાહા, જેઓ 'લવલી' તરીકે લોકપ્રિય હતા, તેમનો ક્ષત-વિક્ષત દેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ છે. સૂકા નાળામાંથી મળી આવેલા દેહની હાલત એટલી ગંભીર હતી કે તેને ઓળખવો પણ મુશ્કેલ હતો. પ્રાથમિક દ્રષ્ટિએ આ એક અત્યંત ક્રૂર અપરાધ હોવાનું જણાઈ રહ્યું છે, જેમાં પુરાવા મિટાવવા માટે દેહને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

ખેતરે જઈ રહેલા સ્થાનિક ખેડૂતોએ નાળા પાસે શંકાસ્પદ નિશાન જોતા ગ્રામ પ્રધાનને જાણ કરી હતી, ત્યારબાદ પોલીસ અને ફોરેન્સિક નિષ્ણાતોની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. પોલીસ હાલ વિવિધ પાસાઓ પર તપાસ કરી રહી છે અને ગુનેગારો સુધી પહોંચવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો: બંગાળમાં આજથી 'કેસરીયો' લહેરાશે : શુભેન્દુ અધિકારી લેશે મુખ્યમંત્રી પદના શપથ, PM મોદી અને 20 રાજ્યોના CMની હાજરીમાં રચાશે ઈતિહાસ

પરિવાર દ્વારા ઓળખ અને છેલ્લો રહસ્યમય ફોન કોલ

શરૂઆતમાં પોલીસ માટે મૃતકની ઓળખ કરવી એક મોટો પડકાર હતો, કારણ કે દેહને ખરાબ રીતે નુકસાન પહોંચાડાયું હતું. જોકે, મોહનલાલ કુશવાહા અને તેમના પુત્રોએ ઘટનાસ્થળે પહોંચી પહેરેલી પાયલ, વીંટી, સાડી અને ચપ્પલના આધારે પુષ્ટિ કરી હતી કે આ લવલી કુશવાહા જ છે. પરિવારના જણાવ્યા અનુસાર, ગુરુવારે સાંજે સાત વાગ્યે લવલીના મોબાઈલ પર એક અજાણ્યો ફોન આવ્યો હતો. ફોન પર વાત કરતાં-કરતાં તે ઘરની બહાર નીકળી હતી અને ત્યારબાદ તે રહસ્યમય રીતે ગુમ થઈ ગઈ હતી. પરિવારે રાતભર શોધખોળ કરી હતી, પરંતુ સવારે તેના મોતના સમાચાર મળ્યા હતા.

ઘટનાસ્થળેથી મળેલા પુરાવા: દારૂની બોટલો અને સળગેલો મોબાઈલ

તપાસ દરમિયાન પોલીસને ઘટનાસ્થળ નજીકથી દારૂની બોટલો, બિયરના કેન, નમકીનના પેકેટ અને એક સળગી ગયેલો મોબાઈલ મળી આવ્યો છે. આ પુરાવાઓ પરથી આશંકા સેવાઈ રહી છે કે અસામાજિક તત્વોએ પહેલા ત્યાં રોકાઈને નશો કર્યો હશે અને ત્યારબાદ આ જઘન્ય કૃત્યને અંજામ આપ્યો હશે. ગામલોકોમાં એવી પણ ચર્ચા છે કે રાત્રે ગામમાં એક અજાણી સફેદ કાર જોવા મળી હતી, જે આ ઘટના સાથે સંકળાયેલી હોઈ શકે છે.

આ પણ વાંચો: શપથ ગ્રહણ પહેલા જ સાઉથ સુપરસ્ટાર વિજયની મુશ્કેલી વધી : TVK પર લાગ્યો ફેક લેટરનો આરોપ, દિનાકરને નોંધાવી પોલીસ ફરિયાદ

પોલીસ તપાસ અને જૂની અદાવતની આશંકા

એસપી સિટી પ્રીતિ સિંહે જણાવ્યું છે કે આ કેસના ઉકેલ માટે બે ખાસ પોલીસ ટીમો બનાવવામાં આવી છે. તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે લવલી કુશવાહા વિરુદ્ધ વર્ષ 2022માં એક ગંભીર ગુનાહિત કેસ નોંધાયો હતો, જેમાં તે બે વર્ષ જેલમાં રહ્યા બાદ હાલમાં જ જામીન પર બહાર આવી હતી. પોલીસ આ દિશામાં પણ તપાસ કરી રહી છે કે શું આ ઘટના પાછળ કોઈ જૂની અદાવત કે બદલો લેવાની ભાવના રહેલી છે. હાલ દેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાયો છે અને સીસીટીવી ફૂટેજ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now