કેન્દ્ર સરકાર બુધવારે (2 એપ્રિલ, 2025) લોકસભામાં ઐતિહાસિક અને દેશમાં અત્યારે સૌથી ચર્ચાસ્પદ વક્ફ સુધારા બિલ રજૂ કરવા જઈ રહી છે. આ પહેલા ભાજપે NDAમાં તમામ પક્ષો સાથે વાતચીત કરી હતી. ચંદ્રાબાબુ નાયડુની TDP બાદ હવે નીતીશ કુમારની જેડીયુએ પણ વક્ફ સુધારા બિલ પર કેન્દ્ર સરકારને સમર્થન આપ્યું છે.
JDUએ વ્હિપ જાહેર કર્યું
સંસદમાં વક્ફ બિલની રજૂઆત પહેલા જેડી (યુ)એ વ્હિપ બહાર પાડીને પોતાના તમામ સાંસદોને 4 એપ્રિલ સુધી સંસદની કાર્યવાહીમાં હાજર રહેવાનો નિર્દેશ આપ્યો છે. આ બિલ સામે રાજધાની પટના સહિત બિહારના ઘણા ભાગોમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે. જેડી (યુ)ના નેતા અને પૂર્વ સાંસદ અહમદ અશફાક કરીમ પણ આ બિલનો વિરોધ કરી રહ્યા છે. જેડી (યુ)ના કાર્યકારી અધ્યક્ષ સંજય ઝાએ જણાવ્યું હતું કે તેઓ નથી ઇચ્છતા કે બિલ પાછલી તારીખથી લાગુ થાય.
કેન્દ્રીય મંત્રી અને જેડીયુના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ લલન સિંહે કહ્યું હતું કે તેઓ ગૃહમાં જ વક્ફ બિલ પર પોતાનું વલણ સ્પષ્ટ કરશે. કોંગ્રેસ પર નિશાન સાધતા તેમણે કહ્યું કે, નીતીશ કુમારને કોઈના પ્રમાણપત્રની જરૂર નથી. ભારતીય જનતા પાર્ટીએ લોકસભાના તમામ સાંસદોને 2 એપ્રિલે ગૃહમાં હાજર રહેવાનો નિર્દેશ આપ્યો છે.
ભાજપે પોતાના સાંસદોને ગૃહમાં હાજર રહેવા અને સરકારને સમર્થન આપવા અને સરળ કાયદાકીય પ્રક્રિયામાં મદદ કરવાનો નિર્દેશ આપ્યો છે. વક્ફ સુધારા બિલને લઈને વિપક્ષી દળોમાં મતભેદ છે, પરંતુ ટીડીપી પછી, જેડી (યુ)નું સમર્થન સરકારને તેને પસાર કરવામાં નોંધપાત્ર લાભ આપશે.
વક્ફ સુધારા બિલ પસાર થયા પછી રાજ્ય સરકારનો તેના પર અધિકારક્ષેત્ર ચાલુ રહેશે. મિલકત વક્ફની છે કે નહીં તે નક્કી કરવા માટે રાજ્ય સરકાર કલેક્ટરથી ઉપરના દરજ્જાના અધિકારીની નિમણૂક કરી શકે છે. હાલની મસ્જિદો, દરગાહો અથવા અન્ય મુસ્લિમ ધાર્મિક સ્થળો સાથે કોઈ છેડછાડ કરવામાં આવશે નહીં. આ કાયદો જૂની તારીખથી લાગુ કરવામાં આવશે નહીં.
નાટો સમિટ પહેલા રશિયાના ભીષણ હુમલાથી વધ્યો વૈશ્વિક તણાવ!: બેલેસ્ટિક મિસાઈલો અને ડ્રોન એટેકથી ફરી ધ્રૂજ્યું કિવ, રહેણાંક વિસ્તારોમાં ભારે તબાહી






