Home Gujarat Jayesh Radadiya Distributed A Cheque Of Rs 60 Crore

જયેશ રાદડિયાએ 60 કરોડ રૂપિયાના ચેકનું કર્યું વિતરણ : વિવિધ દૂધ ઉત્પાદક મંડળીઓને ઓનલાઈન જમા કરવામાં આવ્યા

જયેશ રાદડિયાએ 60 કરોડ રૂપિયાના ચેકનું કર્યું વિતરણ
Published by: OBS Bureau
Last Updated: Jul 10, 2025, 09:56 AM IST

રાજકોટ દૂધ ઉત્પાદક સંઘના પ્રમુખ તેમજ ધારાસભ્ય જયેશ રાદડિયાએ 60 કરોડ રૂપિયાના ચેક વિતરણ દરમિયાન પ્રેસ કોન્ફરન્સ કરી ધારાસભ્ય જયેશ રાદડિયાએ જણાવ્યું હતું કે, રાજકોટ ડેરી દ્વારા દર વર્ષે 16 કરોડથી પણ વધારે દૂધનું ઉત્પાદન કરવામાં આવે છે. રાજકોટ દૂધની ડેરીના પ્રયાસોથી ફેટ રેટ ભાવમાં જે વધારો કરવામાં આવ્યો છે તેનો લાભ સીધો મંડળીઓને મળે છે.ત્યારે દૂધ ઉત્પાદક સંઘ દ્વારા દૂર ઉત્પાદક મંડળીઓને જે ભાવ ફેટનો લાભ મળ્યો છે. તે પૈકીના 60 કરોડ રૂપિયા આજે વિવિધ દૂધ ઉત્પાદક મંડળીઓને ઓનલાઈન જમા કરવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમ રાજકોટ ડેરી ખાતે યોજાયો હતો.


60 કરોડ રૂપિયાના ચેક વિતરણ

60 કરોડ જેટલી રકમ ઓનલાઇન ડાયરેક્ટ તેમના ખાતામાં જમા કરવામાં આવી હતી. આ પ્રસંગે રાજકોટ ડેરીના ચેરમેન ગોરધનભાઈ ધામેલીયા પૂર્વ ચેરમેન ગોવિંદભાઈ રાણપરીયા પણ ઉપસ્થિત રહ્યા હતા.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now