Home Gujarat Japanese Baba Vangas Tsunami Prediction

શું 5 જુલાઈએ સુનામી આવશે? : જાપાની બાબા વેંગાની આગાહી.... જો સાચી પડી ગઈ તો શું થશે?

શું 5 જુલાઈએ સુનામી આવશે?
Published by: OBS Bureau
Last Updated: Jun 30, 2025, 10:53 AM IST

'જાપાની બાબા વેંગા' તરીકે જાણીતા જાપાનના પ્રખ્યાત મંગા કલાકાર રિયો તાત્સુકીએ જુલાઈ 2025માં વિનાશક સુનામીની આગાહી કરી છે. તેમની આગાહીએ માત્ર જાપાનમાં જ નહીં પરંતુ તાઇવાન, ઇન્ડોનેશિયા, ફિલિપાઇન્સ અને ભારત જેવા દેશોમાં પણ ચિંતામાં વધારી છે.
રિયો તાત્સુકી શું દાવો કર્યો છે?
રિયો તાત્સુકી, જે અગાઉ મંગા કલાકાર હતા, તેમણે તેમના પુસ્તક 'ધ ફ્યુચર આઈ સો' અને તેના 2021 સંસ્કરણમાં દાવો કર્યો છે કેસ 5 જુલાઈ, 2025ના રોજ જાપાન અને આસપાસના પ્રદેશોમાં એક મોટી કુદરતી આફત આવશે. આ સુનામી 2011ના તોહોકુ ભૂકંપ અને સુનામી કરતા ત્રણ ગણી વધુ વિનાશક હોઈ હશે, જેમાં 22,000થી વધુ લોકોના મોત થયા હતા.
અગાઉની આગાહીઓ સાચી પડી હોવાનું દાવો
તાત્સુકીએ પેસિફિક મહાસાગરમાં 'ઉકળતું પાણી' અને ફાટી નીકળતા જ્વાળામુખી જોયા છે, જે જાપાનના દક્ષિણ ટાપુઓ, તાઇવાન, ઇન્ડોનેશિયા અને ફિલિપાઇન્સને અસર કરી શકે છે. આ આપત્તિ ફક્ત જાપાનને જ નહીં, પરંતુ પડોશી દેશો અને સંભવત, ભારતના દરિયાકાંઠાના વિસ્તારોને પણ અસર કરી શકે છે, જેમ કે 2004માં સુનામીમાં જોવા મળ્યું હતું. 1995માં કોબે ભૂકંપ, 2011નો તોહોકુ ભૂકંપ અને કોવિડ-19 રોગચાળો જેવી તાત્સુકીની અગાઉની આગાહીઓ સાચી પડી હોવાનું દાવો કરવામાં આવ્યું છે, જેના કારણે તેમની ભવિષ્યણવાણીઓને ગંભીરતાથી લેવામાં આવી છે.
જો ભવિષ્યવાણી સાચી પડી તો શું થશે?
જો તાત્સુકીની આગાહી સાચી પડે તો તેના પરિણામો વિનાશક હોઈ શકે છે. 2011માં આવેલી સુનામીમાં 22,000 લોકોના મોત થયા છે. તાત્સુકીના દાવા મુજબ આ સુનામી ત્રણ ગણી મોટી હોઈ શકે છે, જેનાથી લાખો લોકોના જીવ પર અસર પડી શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now