Home Gujarat Jamnagar Sog Police Arrested Five Illegal Bangladeshi Immigrants

જામનગરમાંથી 5 ગેરકાયદેસર બાંગ્લાદેશી ઝડપાયા : SOG એ પટેલ કોલોનીમાંથી બે પુરુષ અને ત્રણ મહિલાની ધરપકડ કરી

જામનગરમાંથી 5 ગેરકાયદેસર બાંગ્લાદેશી ઝડપાયા
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jan 03, 2026, 04:53 AM IST

જામનગર શહેરમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા શંકાસ્પદ વિદેશી નાગરિકો સામે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જામનગર પોલીસ અને એસ.ઓ.જી.ની સંયુક્ત કાર્યવાહી દરમિયાન કુલ પાંચ શંકાસ્પદ વ્યક્તિઓને પકડી પાડવામાં આવ્યા છે. પકડાયેલા લોકોમાં ત્રણ મહિલાઓ અને બે પુરુષોનો સમાવેશ થાય છે.

જામનગર પોલીસને બાતમી મળી હતી કે, જામનગર પટેલ કોલોનીમાં શેરી નંબર 11 માં અમુક બાંગ્લાદેશી નાગરિકો ગેરકાયદે રહે છે. આ બાતમીના આધારે જામનગર SOG દ્વારા રેડ કરવામાં આવી હતી. જેમાં કુલ પાંચ વ્યક્તિ બે પુરુષ અને ત્રણ મહિલા સહિત કુલ 5 બાંગ્લાદેશી નાગરિકો વસવાટ કરે છે.

આ 5 વ્યક્તિ પાસે આધાર પુરાવામાં પાસપોર્ટ, વિઝા કે ભારત સરકારની કોઈ પરવાનગી નહતી. આ પાંચેય વ્યક્તિઓને હાલ ડિટેન્ટ કરીને આગળની કાર્યવાહી જામનગર પોલીસ, SOG સિટી પોલીસ દ્વારા કરવામાં ચાલી રહી છે.

ધરપકડ કરાયેલા બાંગ્લાદેશી નાગરિકોના નામ શાહબુદિન મોહમદ ગૌસ શેખ, મહમદઆરીફ મુઝીબર શેખ, જમીલા બેગમ અનારદિ શેખ, નઝમા બેગમ અબ્દુલહકીમ હાઉલડર અને મુર્સીદા બેગમ મહમદ આરીફ મુઝીબર શેખ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now