Home Gujarat Jamnagar Police Busts Robbery And Burglary Gang

જામનગર પોલીસે લૂંટ અને ધરફોડ ચોરીની ગેંગનો પર્દાફાશ કર્યો : બે આરોપીઓ ઝડપયા, પહેલા રેકી કરતા પછી ચોરીને આપતા હતા અંજામ

જામનગર પોલીસે લૂંટ અને ધરફોડ ચોરીની ગેંગનો પર્દાફાશ કર્યો
Published by: OBS Bureau
Last Updated: Jan 02, 2026, 08:10 AM IST

Jamnagar Burglary Accused : જામનગર પોલીસે વિવિધ જિલ્લાઓમાં લૂંટ અને ધરફોડ ચોરીની ઘટનાઓને અંજામ આપનાર આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો છે. જામનગર, અમરેલી અને મોરબી જિલ્લામાં થયેલા લૂંટ તથા ચોરીના ગુનાઓમાં સંડોવાયેલા ગેંગના ત્રણ ઇસમોને જામનગર એલ.સી.બી. પોલીસે ઝડપી પાડી મોટી સફળતા મેળવી છે. આ કાર્યવાહીથી કુલ ૩ જિલ્લાઓના 5 ગુનાઓનો ભેદ ઉકેલાયો છે.

ધરફોડચોરીના આરોપીઓ પર કાર્યવાહી

પોલીસ તપાસ મુજબ, ગત તા. 12/10/2025ના રોજ જામનગરના રણજીતસાગર રોડ પર આવેલી જે.જે. જશોદા સોસાયટીમાં રહેતા પ્રફુલ લખમણ ભાડજાના રહેણાક મકાનમાં લૂંટનો બનાવ બન્યો હતો, જેમાં આશરે રૂ. 50 હજારની કિંમતના સોનાના દાગીના લૂંટી લેવામાં આવ્યા હતા. તેના એક દિવસ અગાઉ તા.11/10/2025ના રોજ, મનોજ છગન લીંબાસીયા પોતાના ઘરના ઉપરના માળે સૂતા હતા ત્યારે નીચેના માળે દરવાજાના નકૂચા તોડી ચોરી કરવામાં આવી હતી. આ ઘટનામાં રોકડ રકમ, ડાયમંડ જ્વેલરી, સાડીઓ તેમજ બાજુના મકાનમાંથી મોટરસાયકલ નં. GJ-03-LA-0514 (કિંમત રૂપીયા 30,000) મળી કુલ રૂપીયા 90,000નો મુદ્દામાલ ચોરી કરવામાં આવ્યો હતો.

પકડાયેલા આરોપીઓમાં નામ

બીલામ જુવાનસિંગ દરીયાસીંગ ગણાવા,

લીલેશ કેલસીંગ આમલીયાર (અલાવા)

રેકી કરી ચોરી કરતા હતા

પોલીસ તપાસમાં ખુલ્યું છે કે, આરોપીઓ દિવસ દરમિયાન વિવિધ સોસાયટીઓમાં બંધ મકાન હોવાની રેકી કરતા હતા અને રાત્રિના સમયે તે મકાનને ટાર્ગેટ બનાવી કટર મશીન, લોખંડની સળિયા અને પકડ ગણેશિયા જેવા સાધનો વડે દરવાજાના નકૂચા અને તાળા તોડી ધરફોડ ચોરી અને લૂંટને અંજામ આપતા હતા. હાલ જામનગર એલ.સી.બી. પોલીસ દ્વારા ફરાર આરોપીની શોધખોળ ચાલુ છે તેમજ આ ગેંગ દ્વારા અન્ય કોઈ ગુનાઓ કરવામાં આવ્યા છે કે નહીં તે દિશામાં પણ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now