Home Gujarat Jamnagar Crime Branch Seizes Illegal Pistol Near Modpar

જામનગરમાં મોડપર નજીકથી પિસ્તોલ અને કારતૂસ સાથે ઝડપાયો યુવક : મધ્યપ્રદેશથી હથિયાર લીધુ હોવોનો થયો ખુલાસો

આરોપીની છબી
Image Credit: OBS Bureau
Published by: Niraj Chokshi
Last Updated: Jun 15, 2026, 08:02 AM IST

જામનગર જિલ્લામાં ગેરકાયદે હથિયારો સામે ચાલી રહેલી ઝુંબેશ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચને મહત્વની સફળતા મળી છે. જામનગર ક્રાઈમ બ્રાન્ચે ધ્રોલ તાલુકાના મોડપર પાટીયા નજીકથી એક શખ્સને લાયસન્સ વગરની પિસ્તોલ અને જીવંત કારતૂસ સાથે ઝડપી પાડ્યો છે. આરોપીની પૂછપરછ દરમિયાન હથિયાર મધ્યપ્રદેશમાંથી ખરીદવામાં આવ્યું હોવાનું સામે આવતા પોલીસે હથિયાર સપ્લાય ચેઈન સુધી પહોંચવા માટે વધુ તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર જામનગર ક્રાઈમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગ અને બાતમીના આધારે કામગીરી કરી રહી હતી. તે દરમિયાન ધ્રોલ તાલુકાના મોડપર ગામના પાટીયા નજીક એક શંકાસ્પદ વ્યક્તિ ઉભો હોવાની માહિતી મળી હતી. પોલીસે સ્થળ પર પહોંચી તપાસ કરતા તેની પાસેથી ગેરકાયદે હથિયાર મળી આવ્યું હતું.

પડધરીના ખાખરાબેલા ગામનો રહેવાસી

ઝડપાયેલા શખ્સની ઓળખ રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના ખાખરાબેલા ગામના રહેવાસી વીરેન્દ્રસિંહ કિશોરસિંહ જાડેજા તરીકે થઈ છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી પાસે કોઈપણ પ્રકારનું હથિયાર રાખવાનું કાયદેસર લાયસન્સ નહોતું. તપાસ દરમિયાન તેના કબજામાંથી અંદાજે રૂ. 25 હજારની કિંમતની એક પિસ્તોલ અને રૂ. 100ની કિંમતનો એક જીવંત કારતૂસ મળી આવ્યો હતો. પોલીસે હથિયાર અને કારતૂસ કબ્જે કરીને આરોપીની અટકાયત કરી હતી.

આ પણ વાંચો: 123 કરોડના 'નળ સે જળ' કૌભાંડમાં કલ્પેશ શાહને SCએ આપી રાહત : 2 કરોડ જમા કરાવવાની શરતે આપ્યા જામીન

મધ્યપ્રદેશથી ખરીદ્યું હતું હથિયાર

પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીએ મહત્વપૂર્ણ ખુલાસો કર્યો હતો. પ્રાથમિક તપાસમાં તેણે જણાવ્યું કે આ પિસ્તોલ મધ્યપ્રદેશના અનિલ ભૂરીયા નામના વ્યક્તિ પાસેથી ખરીદવામાં આવી હતી. આ ખુલાસા બાદ પોલીસે હથિયાર સપ્લાય કરનાર અનિલ ભૂરીયાની શોધખોળ શરૂ કરી છે. તપાસ એ દિશામાં પણ ચાલી રહી છે કે ગેરકાયદે હથિયારોનું કોઈ મોટું નેટવર્ક કાર્યરત છે કે કેમ અને આ હથિયારનો ઉપયોગ કયા હેતુ માટે થવાનો હતો.

આ પણ વાંચો: વડોદરા પોલીસ બની દેવદૂત! : મહીસાગર બ્રિજ પર જિંદગી ટૂંકાવવા પહોંચેલા દંપતીને મોતના મુખમાંથી ઉગાર્યું!

ધ્રોલ પોલીસને સોંપાયો આરોપી

ક્રાઈમ બ્રાન્ચે પ્રાથમિક કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ આરોપી વીરેન્દ્રસિંહ જાડેજાને આગળની કાયદેસરની કાર્યવાહી માટે ધ્રોલ પોલીસ સ્ટેશનને સોંપી દીધો છે. ધ્રોલ પોલીસ દ્વારા હવે હથિયાર ક્યાંથી અને કેવી રીતે મેળવવામાં આવ્યું, તેના પાછળ કોઈ ગુનાહિત ષડ્યંત્ર હતું કે નહીં અને અન્ય વ્યક્તિઓની સંડોવણી છે કે કેમ તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર આરોપી વિરુદ્ધ હથિયાર અધિનિયમ હેઠળ ગુનો નોંધવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: ભાવનગરનાં પાલીતાણામાં રૂપિયાની લેતીદેતીનો વિવાદ બન્યો જીવલેણ : મારામારી થતા મળ્યું મોત, એક ગંભીર

ગેરકાયદે હથિયારો સામે કડક કાર્યવાહી

તાજેતરના સમયમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી ગેરકાયદે હથિયારો ઝડપાવાની ઘટનાઓ સામે આવી રહી છે. તે વચ્ચે જામનગર ક્રાઈમ બ્રાન્ચની આ કાર્યવાહી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. પોલીસ દ્વારા ગેરકાયદે હથિયારોના વેપાર અને હેરફેર સામે સતત નજર રાખવામાં આવી રહી છે. તપાસ અધિકારીઓનું માનવું છે કે આ કેસમાં આગળની પૂછપરછ દરમિયાન વધુ મહત્વપૂર્ણ માહિતી બહાર આવી શકે છે, જેના આધારે ગેરકાયદે હથિયાર સપ્લાય કરતા લોકો સુધી પહોંચવામાં મદદ મળશે. હાલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે અને આરોપી સાથે સંકળાયેલા અન્ય લોકોની ભૂમિકા અંગે પણ માહિતી એકત્રિત કરી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now