Home Gujarat Jamnagar Collector Citizens Urged Avoid Using Devices That Emit Light

ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે જામનગર કલેક્ટરની પ્રતિક્રિયા : પ્રકાશ ફેલાવતા ઉપકરણોનો ઉપયોગ ટાળવાની નાગરિકોને કરી અપીલ

ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે જામનગર કલેક્ટરની પ્રતિક્રિયા
Published by: OBS Bureau
Last Updated: May 10, 2025, 05:02 PM IST

જામનગર તા.૧૦ મે, હાલની પરિસ્થિતિને ધ્યાને લઈને જામનગર જિલ્લામાં કલેક્ટર કેતન ઠક્કર દ્વારા આજે તા.૧૦-૫-૨૦૨૫ ના રોજ રાત્રીના ૧૧.૦૦ કલાક થી આવતીકાલ તા.૧૧-૦૫-૨૦૨૫ સવારે ૬:૦૦ કલાક સુધી સમગ્ર જિલ્લામાં બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યું છે.

આ સમય દરમિયાન સમગ્ર જિલ્લામાં તમામ લોકોએ વીજ ઉપકરણો સંપૂર્ણપણે બંધ રાખવા તથા જે રહેણાંક વિસ્તારો, ઓદ્યોગિક એકમો સહિત એવી તમામ બિલ્ડીંગો જેમાં જનરેટર/ ઇન્વર્ટર જેવા ઉપકરણો અને પ્રકાશ ફેલાવતા હોય તેવા ઉપકરણોનો ઉપયોગ ન કરવા અંગે કલેક્ટરશ્રી કેતન ઠક્કર દ્વારા અપીલ કરવામાં આવી છે.

જામનગરવાસીઓએ બ્લેકઆઉટનો અમલ કરવા તથા જિલ્લા વહીવટી તંત્ર તરફથી મળતી સૂચનાઓનું પાલન કરી સહકાર આપવા કલેક્ટરશ્રી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now