Home Gujarat Jamnagar Airport Ranks Second In The State 11th Nationwide In Customer Satisfaction Survey

જામનગર એરપોર્ટ પર 'ગ્રાહકને સંતોષ'! : ગ્રાહક સંતોષ સર્વેક્ષણમાં જામનગર એરપોર્ટ ગુજરાતમાં બીજા ક્રમે અને ભારતમાં 11મા ક્રમે

જામનગર એરપોર્ટ પર 'ગ્રાહકને સંતોષ'!
Published by: OBS Bureau
Last Updated: Jul 18, 2025, 11:31 AM IST

જામનગર એરપોર્ટના નામે મોટી સિદ્ધિ ઉમેરાઈ છે. ગ્રાહકોને સંતોષકારક સેવા આપવામાં કટિબદ્ધ એરપોર્ટનો દેશભરમાં ડંકો વાગ્યો છે અને ગ્રાહક સંતોષ સર્વેક્ષણમાં જામનગર એરપોર્ટ શ્રેષ્ઠ સાબિત થયું છે. સર્વેમાં જામનગરના એરપોર્ટે ગુજરાતભરમાં બીજો ક્રમ મેળવ્યો છે. મેગા સિટીના એરપોર્ટને પણ પાછળ ધકેલી આ નાનકડા શહેરના એરપોર્ટે ભારતભરમાં 11મું સ્થાન હાંસલ કર્યું છે.

ભારતમાં 11મા ક્રમે રહીને નોંધપાત્ર સ્થાન મેળવ્યું છે

દેશભરના 60 એરપોર્ટ પર હાથ ધરાયેલા વ્યાપક ગ્રાહક સંતોષ સર્વેક્ષણમાં જામનગર એરપોર્ટે ગુજરાતમાં બીજા ક્રમે અને ભારતમાં 11મા ક્રમે રહીને નોંધપાત્ર સ્થાન મેળવ્યું છે. 5 માંથી ૪.૮૮ ના પ્રભાવશાળી રેટિંગ સાથે, એરપોર્ટે તેના મુસાફરોને અસાધારણ સેવાઓ પૂરી પાડવાની તેની પ્રતિબદ્ધતા દર્શાવી છે.

વડોદરા એરપોર્ટે ગુજરાતમાં ટોચનું સ્થાને

સર્વેક્ષણમાં એરપોર્ટ સુવિધાઓ, સેવાઓ અને એકંદર અનુભવ સહિત વિવિધ પરિમાણોમાં ગ્રાહક સંતોષનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. વડોદરા એરપોર્ટે ગુજરાતમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું, ત્યારબાદ જામનગર એરપોર્ટ આવે છે, જે રાજ્યના ટોચના એરપોર્ટમાં સ્થાન મેળવે છે.

ગુજરાત રાજ્ય રેન્કિંગ

1. વડોદરા એરપોર્ટ, 5 માંથી 4.92 સ્કોર

2. જામનગર એરપોર્ટ સ્કોર 5 માંથી 4.88

3. સુરત એરપોર્ટ સ્કોર 5 માંથી 4.87

4. ભાવનગર એરપોર્ટ સ્કોર 5 માંથી 4.77

5. કેશોદ એરપોર્ટ સ્કોર 5 માંથી 4.41

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now