Home Gujarat Jamnagar Accident Hoobalo Viral Video Santoshi Mata Mandir

જામનગરમાં લુખ્ખાગીરી બેફામ : અકસ્માત બાદ ટ્રાફિક પોલીસની હાજરીમાં જાહેરમાં મારામારી અને ગાળાગાળીનો વીડિયો વાયરલ

Jamnagar News
Published by: Viral Patel
Last Updated: Jun 08, 2026, 11:14 AM IST

Jamnagar News: જામનગરમાં જાણે કાયદો અને વ્યવસ્થાનો કોઈ ડર જ ન રહ્યો હોય તેમ લુખ્ખાગીરી બેફામ બની રહી છે. શહેરમાં જાહેરમાં મારામારી કરવી એ હવે એક 'ફેશન' બની ગઈ હોય તેવા દ્રશ્યો અવારનવાર સામે આવતા રહે છે. તાજેતરમાં જ જામનગરના સંતોષી માતાજી મંદિર નજીક એક ગંભીર અકસ્માત બાદ ભારે હોબાળો મચી ગયો હતો, જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.

નંબર પ્લેટ વગરના ડમ્પરે મહિલાને હડફેટે લીધી

મળતી માહિતી મુજબ, સંતોષી માતાજી મંદિર પાસે એક નંબર પ્લેટ વગરના બેફામ દોડતા ડમ્પરે એક મહિલાને અડફેટે લીધી હતી. આ અકસ્માતને પગલે આસપાસના સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. અકસ્માત થતાં જ ઘટનાસ્થળે મોટી સંખ્યામાં સ્થાનિકો એકત્ર થઈ ગયા હતા અને ડમ્પર ચાલકનો વિરોધ કરવા લાગ્યા હતા.

સાણંદ અકસ્માત કેસમાં નવો વળાંક : ત્રણ મહિનાથી કોમામાં રહેલા રિક્ષાચાલકનું અવસાન, હોસ્પિટલમાં હોવા છતાં પોલીસે ‘ફરાર’ દર્શાવ્યાનો પરિવારનો આરોપ

પોલીસની હાજરીમાં જ કાયદાના ધજાગરા ઉડ્યા

સ્થાનિક લોકો જ્યારે આ અકસ્માત અંગે વિરોધ નોંધાવી રહ્યા હતા, ત્યારે ડમ્પરના ડ્રાઈવર અને ડમ્પર માલિકે પોતાની ભૂલ સ્વીકારવાને બદલે લોકો સાથે દાદાગીરી શરૂ કરી દીધી હતી. જોતજોતામાં મામલો એટલો બિચક્યો કે ડ્રાઈવર અને માલિક સ્થાનિકો સાથે જપાજપી પર ઉતરી આવ્યા હતા.

સૌથી ચોંકાવનારી વાત

આ સમગ્ર હંગામો અને ધમાલ ત્યાં હાજર ટ્રાફિક પોલીસની આંખો સામે જ થઈ રહી હતી. પોલીસની હાજરી હોવા છતાં પણ ડમ્પર એસોસિએશનના માણસોએ સહેજ પણ ડર રાખ્યા વિના જાહેરમાં ગાળાગાળી અને ધક્કામુક્કી કરી હતી. ટ્રાફિક પોલીસ મૂકપ્રેક્ષક બનીને તમાશો જોતી રહી અને લુખ્ખા તત્વો જાહેર માર્ગ પર કાયદો-વ્યવસ્થાના ધજાગરા ઉડાવતા રહ્યા.

CRPFની નોકરી છોડ્યા બાદ પપૈયાની ખેતીમાં મેળવી લાખોની કમાણી : બન્યા પ્રગતિશીલ ખેડૂતનું પ્રેરણાદાયી ઉદાહરણ

વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

આ સમગ્ર ઘટનાનો કોઈ સ્થાનિક નાગરિકે પોતાના મોબાઇલમાં વીડિયો ઉતારી લીધો હતો. હાલ આ મારામારી અને ગાળાગાળીનો લાઈવ વીડિયો સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર ભારે વાયરલ થઈ રહ્યો છે. વીડિયો વાયરલ થતાં જ જામનગર પોલીસની કામગીરી સામે અને શહેરમાં કથળતી કાયદો-વ્યવસ્થાની સ્થિતિ પર જનતા અનેક સવાલો ઉઠાવી રહી છે. સ્થાનિકો માગ કરી રહ્યા છે કે આવા બેફામ બનેલા તત્વો સામે કડક કાયદાકીય પગલાં લેવામાં આવે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now