Home Gujarat Gandhinagar Bjp Obc Morcha New Appointments

ગાંધીનગર મહાનગર ભાજપના ઓબીસી મોરચામાં નવી નિમણૂકો : વિવિધ વોર્ડમાં જાણો કોને કઈ જવાબદારીઓ સોંપાઈ?

Gandhinagar News
Published by: Viral Patel
Last Updated: Jun 08, 2026, 01:04 PM IST

Gandhinagar News: ભારતીય જનતા પાર્ટી (BJP) ગાંધીનગર મહાનગરના ઓબીસી (OBC) મોરચા દ્વારા પક્ષના સંગઠનને વધુ ગતિશીલ અને મજબૂત બનાવવાના હેતુથી વિવિધ વોર્ડમાં પ્રમુખ અને મહામંત્રી પદ માટે નવી નિમણૂકોની જાહેરાત કરવામાં આવી છે. ઓબીસી મોરચાના પ્રમુખ રાકેશ વાઘેલાની સહી સાથે સત્તાવાર યાદી જાહેર કરીને આ તમામ નિમણૂકો તાત્કાલિક અસરથી અમલમાં લાવવામાં આવી છે.

‘તોડજોડની રાજનીતિ અમે કરતા નથી’ : રાજ્યસભા ચૂંટણી મુદ્દે મનીષ દોશીના ભાજપ પર આકરા પ્રહાર

વોર્ડ વાઇઝ નવનિયુક્ત હોદ્દેદારોની યાદી:

પક્ષ દ્વારા જાહેર કરાયેલી સત્તાવાર યાદી મુજબ, ગાંધીનગર મહાનગરના વોર્ડ નંબર ૮, ૯, ૧૦ અને ૧૧ માં નીચે મુજબના સક્રિય કાર્યકરોને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે:

વોર્ડ નંબર ૮:

પ્રમુખ: મનોજભાઈ શંકરભાઈ પ્રજાપતિ

મહામંત્રી: કુલદીપભાઈ જયેન્દ્રભાઈ પ્રજાપતિ

મહામંત્રી: ભરતભાઈ કાંતિલાલ ઠાકોર

ડ્રગ્સ માફિયાઓ પર સુરત ગ્રામ્ય પોલીસની ‘શાર્પ સ્ટ્રાઈક’ : 7 ટીમોના સર્ચ ઓપરેશનમાં 9 પેડલર્સ જેલભેગા

વોર્ડ નંબર ૯:

  • પ્રમુખ: કિરીટભાઈ કેશવલાલ જેતલપુરીયા

  • મહામંત્રી: બળવંતભાઈ કેશવલાલ દરજી

  • મહામંત્રી: જનકકુમાર માસંગજી ઠાકોર

વોર્ડ નંબર ૧૦:

  • પ્રમુખ: મુકેશભાઈ ઉપાલા

  • મહામંત્રી: બાબુભાઈ લવજીભાઈ ચૌધરી

  • મહામંત્રી: કિરણગીરી વિઠ્ઠલગીરી ગોસ્વામી

વાપીમાં રાત્રે કલાકો સુધી વીજળી ગુલ : DGVCL સામે લોકોનો વધતો આક્રોશ, કાયમી ઉકેલની માંગ

વોર્ડ નંબર ૧૧:

  • પ્રમુખ: અનિલજી દશરથજી ઠાકોર

  • મહામંત્રી: જયરામભાઈ હરગોવનભાઈ ઓડ

  • મહામંત્રી: જયેશભાઈ કાંતિલાલ પંચાલ

પક્ષના વરિષ્ઠ આગેવાનો દ્વારા અભિનંદન વર્ષા:

આ નવી નિમણૂકોને પગલે ગાંધીનગર ભાજપના સ્થાનિક કાર્યકરો અને અગ્રણીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પક્ષના તમામ સ્તરના આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા નવનિયુક્ત પદાધિકારીઓને ઉજ્જવળ કાર્યકાળ માટે અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.

સ્કૂલના પહેલા જ દિવસે વાલીઓને મોટો ઝટકો! : યુનિફોર્મ, ફી બાદ હવે ટ્રાન્સપોર્ટનો બોજ, વાન-રિક્ષાના ભાડામાં થયો ધરખમ વધારો

સંગઠન અને સમાજસેવાને મળશે નવો વેગ:

નવનિયુક્ત હોદ્દેદારોએ પક્ષના શીર્ષ નેતૃત્વ પ્રત્યે આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, તેઓ આગામી સમયમાં સંગઠનની વિચારધારાને જન-જન સુધી પહોંચાડવા માટે કટિબદ્ધ રહેશે. ઓબીસી સમાજની સાથે સાથે તમામ વર્ગોના ઉત્થાન, સરકારની જનકલ્યાણકારી યોજનાઓના પ્રચાર-પ્રસાર અને પક્ષના પાયાના માળખાને વધુ સુદ્રઢ બનાવી સમાજસેવાના કાર્યોને વેગ આપવાનો દ્રઢ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now